________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧ બુદ્ધિ થાય છે, છતાં તે મહાનતા માયાવીમાં ધર્મબુદ્ધિ ઉત્પન્ન કરાવતી નથી. માટે બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વનું અનુમાન થઈ શકે નહીં, પરંતુ અંતરંગ ગુણસંપત્તિ જ ધર્મને ઉત્પન્ન કરાવે તેવી મહાનતાની બુદ્ધિ ભગવાનમાં કરાવી શકે છે.
પૂર્વમાં કહ્યું કે વ્યક્તિવિશેષવિષયક બાહ્ય સંપદા ગ્રહણ કરીને ભગવાનને બાહ્ય સંપદાથી વિભુ સ્વીકારીએ તો માયાવીમાં અતિપ્રસંગ નહીં આવે એમ કહેવું નહીં; કેમ કે માયાવી પણ અન્ય સામાન્ય વ્યક્તિઓ કરતાં વ્યક્તિવિશેષ છે. માટે બાહ્ય સંપદાથી જ ભગવાનમાં વિભુત્વનું અનુમાન થઈ શકે નહીં; અને તે કથનને દૃઢ કરવા માટે આલયવિહારાદિ બાહ્ય આચારોથી અસાધુમાં સાધુબુદ્ધિ થાય છે, તેમ બાહ્ય સંપદામાત્રથી માયાવીમાં પણ વિભુત્વનો ભ્રમ થઈ શકે છે. તે બતાવવા અર્થે કહે છે --
મત વિ ..... આથી જ=વ્યક્તિવિશેષવિષયક બાહ્ય સંપદાથી જ ભગવાનમાં વિભુત્વ સ્વીકારવામાં આવે તો માયાવીમાં અતિપ્રસંગ આવે છે આથી જ, અસાધુમાં પણ આલયવિહારાદિમત્ત્વથી સાધુત્વબુદ્ધિ થવા છતાં પણ વિશેષ અદર્શનદશામાં “આ અસાધુ માયાવી છે' એ પ્રકારના વિશેષદર્શનની અભાવદશામાં, વંદનાદિ કરવામાં આવે છે ત્યારે ફળાભાવ નથી=વંદનકૃત નિર્જરાના ફળનો અભાવ નથી, એ પ્રમાણે ત્યાં ત્યાં તે તે શાસ્ત્રમાં, વ્યુત્પાદિત છે=કહેવાયેલું છે.
આનાથી એ ફલિત થાય છે કે જે રીતે બાહ્ય આલયવિહારાદિને સુસાધુના અનુમાપક કહીએ તો વિશેષ અદર્શનમાં મુસાધુમાં પણ સાધુત્વબુદ્ધિ થાય છે, તે રીતે વિશેષ અદર્શનદશામાં બાહ્ય સંપદાથી માયાવીમાં પણ વિભુત્વ માનવાનો પ્રસંગ આવશે.
ફક્ત જ્યાં સુધી “આ સુસાધુ નથી તેવો નિર્ણય કરાવનાર કોઈ લિંગ ના પ્રાપ્ત થાય ત્યાં સુધી બાહ્ય લિંગ એવા આલયવિહારાદિની પ્રવૃત્તિથી સાધુબુદ્ધિ કરીને તેમને વંદન કરવાથી નિર્જરાફળ પ્રાપ્ત થાય છે, તેમ તે તે શાસ્ત્રમાં કહેલ છે; છતાં જેમ બાહ્ય લિંગ દ્વારા કરાયેલ સુસાધુનું અનુમાન મુસાધુમાં પણ સુસાધુની બુદ્ધિ કરાવી શકે છે, તેમ બાહ્ય સંપદાથી જ વિભુનું વિભુપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org