________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧
તવિમુક્ત .... તે=આ બાહ્ય સંપદાથી વિભુનું વિભુત્વ નથી તે આ, સમતભદ્રાચાર્ય વડે પણ “આપ્તમીમાંસા ગ્રંથમાં કહેવાયું છે –
દેવતાઓનું આગમન, આકાશમાં યાન=આકાશમાં છત્રાદિનું ગમન અને ચામરનું વીંઝાવું ઇત્યાદિ વિભૂતિઓ બાહ્ય ઠાઠમાઠ, માયાવીમાં પણ દેખાય છે. આથી બાહ્ય વિભૂતિઓથી ‘તું અમને મહાન નથી.”
અહીં પૂર્વપક્ષી કહે કે તીર્થકર ભગવાન વ્યક્તિવિશેષ છે અને ભગવાનમાં રહેલી વપ્રત્રયાદિ બાહ્ય સંપદા વ્યક્તિવિશેષવિષયક છે. તેથી વ્યક્તિવિશેષ એવા તીર્થકર ભગવાનમાં રહેલી આ બાહ્ય સંપદા માયાવીમાં નથી, માટે બાહ્ય સંપદાથી માયાવીમાં વિભુત્વ માનવાનો અતિપ્રસંગ આવશે નહીં. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
ન ર વ્યક્તિ... વ્યક્તિવિશેષવિષયકત્વ હોવાને કારણે અતિપ્રસંગ નથી અર્થાતું વ્યક્તિવિશેષવિષયક બાહ્ય સંપદા હોવાને કારણે માયાવીમાં વિભુત્વ માનવાનો અતિપ્રસંગ નથી, એમ શંકા ન કરવી; કેમ કે પ્રમેયવાદરૂપે મહત્ત્વપ્રકારક જ્ઞાનથી પણ ફળની આપત્તિ હોવાને કારણે વિશેષરૂપે=મહત્ત્વરૂપે, મહત્ત્વપ્રકારકત્વના નિવેશનું આવશ્યકપણું છે.
આશય એ છે કે માયાવીને જોઈને તેના વપ્રત્રયાદિ ઠાઠમાઠને કોઈ પ્રમેયત્વરૂપે જોતા હોય ત્યારે મહત્ત્વ–પ્રકારક મહત્ત્વનું જ્ઞાન થતું નથી, પરંતુ પ્રમેયસ્વરૂપે મહત્ત્વત્વપ્રકારક જ્ઞાન થાય છે. તે વખતે “આ મહાન છે', તેવી બુદ્ધિ થતી નથી. આથી નાનું બાળક માયાવીના ઠાઠને જોઈને પણ, તે ભાવોને પ્રમેયરૂપે જાણે છે ત્યારે, “આ મહાન છે' તેવી બુદ્ધિ તેને થતી નથી. માટે પ્રમેયસ્વરૂપે મહત્ત્વત્વ પ્રકારક જ્ઞાનથી પણ “આ મહાન છે' તેવી બુદ્ધિ થવા રૂપ ફળની આપત્તિ હોવાને કારણે વિશેષરૂપે=અન્ય અસાધારણ એવા મહત્ત્વત્વરૂપે, મહત્ત્વવપ્રકારત્વના નિવેશનું આવશ્યકપણું છે.
કહેવાનો ભાવ એ છે કે જ્ઞાન પ્રવૃત્તિ દ્વારા ફળને ઉત્પન્ન કરે છે, પરંતુ તે જ્ઞાન સામાન્યરૂપે હોય તો પ્રવૃત્તિનું કારણ બનતું નથી.
જેમ જલધારણનો અર્થ ઘટને પ્રમેયસ્વરૂપે જાણે તો જલધારણ માટે ઘટમાં પ્રવૃત્તિ કરી શકે નહીં, પરંતુ પરત્વેન પટ' નું જ્ઞાન થાય તો જ તે ઘટમાં પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org