________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧
વિશેષરૂપે=અન્ય અસાધારણ એવા મહત્ત્વત્વરૂપે, મહત્ત્વત્વપ્રકારકના નિવેશનું
આવશ્યપણું છે.
૪
બાહ્ય લિંગથી વિભુના વિભુત્વના અનુમાનમાં ભ્રમ થઈ શકે છે, તેની પુષ્ટિ કરવા માટે ‘અત વ્' થી કહે છે
अत एवासाधावपि . આથી જ=બાહ્ય લિંગથી વિભુમાં વિભુત્વ નથી આથી જ, અસાધુમાં પણ આલયવિહારાદિમત્ત્વરૂપે સાધુત્વબુદ્ધિમાં પણ વિશેષ અદર્શન દશા હોતે છતે લાભાવ નથી=આલયવિહારાદિ દ્વારા સાધુત્વબુદ્ધિ થવાથી વંદનઆદિ કરનારને નિર્જરારૂપ ફળનો અભાવ નથી, એ પ્રમાણે તે તે શાસ્ત્રમાં વ્યુત્પાદન કરાયું છે.
--
અંતરંગ ગુણસંપત્તિથી અવ્યક્તસમાધિ થાય છે ત્યાં બાહ્ય સંપદાથી કરાયેલ અનુમાન ભ્રમાત્મક નથી, પરંતુ ગુણરહિત માત્ર બાહ્ય સંપદાથી કરાયેલું અનુમાન ભ્રમાત્મક છે, તે બતાવવા અર્થે કહે છે ——
अव्यक्त વળી અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષમાં વિષયવિશેષ પણ નિવેશ કરવો=સાધુને જોઈને જે અવ્યક્તસમાધિરૂપ ફળવિશેષ થાય છે, અથવા બાહ્ય સંપદાવાળાને જોઈને અવ્યક્તસમાધિરૂપ ફ્ળવિશેષ થાય છે, ત્યાં ‘આ સિદ્ધયોગી એવા સુસાધુ છે' અથવા ‘આ ગુણસંપન્ન તીર્થંકર છે’ એ રૂપ વિષયવિશેષ પણ નિવેશ કરવો.
.....
બાહ્ય લિંગ દ્વારા સાધુમાં કરાયેલું અનુમાન અને બાહ્ય લિંગ દ્વારા તીર્થંકરમાં કરાયેલા વિભુત્વનું અનુમાન અતિપ્રસંગવાળું છે, તે યુક્તિથી બતાવે છે – यदि चालय અને જો આલયવિહારાદિ લિંગ દ્વારા સાધુપણાનું અનુમાન જ કરાય છે અને સાધુપણાની અનુમિતિથી પ્રયોજ્ય વંદનાદિ દ્વારા ફ્ળવિશેષ છે=નિર્જરાની પ્રાપ્તિરૂપ ફ્ળવિશેષ છે, એ પ્રમાણે વિભાવન કરાય છે=મનાય છે, તો ભગવાનમાં પણ વિશિષ્ટ રૂપથી=અન્ય અસાધારણ એવા મહત્ત્વત્વરૂપથી, મહત્ત્વની અનુમિતિ અનંતર જ સ્મરણાદિ દ્વારા= ભગવાનના ગુણોના સ્મરણાદિ દ્વારા, લોદયનો અવિશેષ હોવાથી= સાધુને વંદનાથી જેમ નિર્જરારૂપ ફ્ળ થાય છે તેમ ભગવાનના ગુણસ્મરણાદિથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ અવિશેષથી થતી હોવાથી, ‘મહત્ત્વ નથી' એ પ્રકારે અનંતર ‘અનુમેય છે', એ પ્રકારે અધ્યાહાર હોવાથી અનુપપત્તિ નથી=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org