SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દાનહાત્રિશિકા/પ્રસ્તાવના અપ્રગટ મોક્ષમાર્ગને પ્રકાશિત કર્યો. વિચક્ષણ અને કુશાગ્ર પ્રજ્ઞાના ધારક એવા તેમના શબ્દ શબ્દમાં મને જિનવચનોનો અતિ આદર જણાતો રહ્યો અને મારા સંયમ લેવાના કોડમાં પ્રાણ પુરાયા, એ મારા જીવનની શ્રેષ્ઠ, ધન્યતમ ક્ષણો હતી. શિલ્પી મૂર્તિને આકાર આપવામાં અને ચિત્રકાર રેખાઓને ઉપસાવવામાં જે મહેનત કરે, તેના કરતાં પણ કંઈ ગણી અધિક મહેનત કરી તેમણે મને સન્માર્ગ બતાવ્યો અને જ્ઞાનયોગની સાધનાની રુચિ જગાડી, જેથી મારા જીવનમાં turning point - વળાંક આવ્યો અને જ્ઞાનપ્રાપ્તિ પ્રત્યેનો જીવંત પક્ષપાત નિત્ય રહ્યા કર્યો; પણ જ્યાં દોઢ વર્ષ સુધી જિનવચનામૃતનો રસાસ્વાદ કર્યો ત્યાં તો મહેન્દ્રભાઈએ પ્રવ્રજ્યા સ્વીકારી સાધનાના પંથે પ્રયાણ કર્યું અને પં. મહેન્દ્રભાઈ શ્રીશ્રમણ સંઘના વિરલ, તેજસ્વી તારકપૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મહારાજ (પૂ. મોટા પંડિત મહારાજ) બન્યા અને પછી પણ તેમની વિશેષ ઉપકારવર્ષા ચાલુ રહી. ખરેખર ! 'अज्ञानपंकमग्नाया मोहजितगुरुवर्य ! त्वमेव मन्दभाग्याया ममोत्तारणवत्सलः ।।' જાગૃત કરેલી જિજ્ઞાસાની પૂર્તિ માટે પૂજ્યશ્રીએ જિનવચનમર્મજ્ઞ, સદૈવ સ્વાધ્યાયમગ્ન તેમના જ વડીલબંધુ સુશ્રાવક પંડિત શ્રી પ્રવિણભાઈનો મને સંપર્ક કરાવ્યો હતો, જેથી મારી દીક્ષાની પૂર્વે પં. પ્રવીણભાઈ પાસે મારું અધ્યયન કાર્ય ચાલુ રહ્યું અને તેમણે મને પ્રસંગોપાત પાલીતાણા, પાટણ ઈત્યાદિ સ્થળે અભ્યાસ માટે સામેથી બોલાવી, તો ક્વચિતુ. ભાવનગર સ્થિરતા કરીને પણ કંઈ કચાશ રાખ્યા વિના સર્વ સમયનો ભોગ આપી સતત યોગગ્રંથોનું અધ્યયન કરાવી મારા પર અનન્ય ઉપકાર કર્યો. જ્ઞાનયોગની સાધનાના કોડથી સંયમમાર્ગે પ્રયાણ અર્થે ગુરુની શોધ કરતાં સર્જિયાભિરુચિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં સરળસ્વભાવી પ. પૂ. હેમશ્રીજી મહારાજનાં શિષ્યા જ્ઞાનરુચિ, સદેવ જ્ઞાનાધ્યયનસંગી પ.પૂ. સુરેન્દ્રશ્રીજી મ. નો સંપર્ક થતાં તેમના ચરણે જીવન સમર્પણ કર્યુંઅને તેમણે પણ અવસરે અવસરે પ્રવીણભાઈ પાસે પાલીતાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈત્યાદિ સ્થળે જ્ઞાનપ્રાપ્તિને યોગ્ય સંયોગો અનુકૂળતા મુજબ ગોઠવી આપી મારા પર અસીમ કૃપા વરસાવી. ગીતાર્થ ગંગા' સંસ્થાનું સ્થાપન થયાના સમાચાર મળતાં પૂજ્યશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનશક્તિનું યત્કિંચિત્ યોગદાન આપી જ્ઞાનભક્તિ કરવાની ઈચ્છા જાગૃત થતાં અમદાવાદ આવવાનું થયું, અને પુનઃ જ્યારે પ્રવીણભાઈ પાસે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના તથા પૂ. ઉપાધ્યાયજી મહારાજાના ગ્રંથોનું કોડીંગ કરવા અધ્યયન ચાલુ થયું, ત્યારે ભૂતકાળમાં પણ જેનો પરિચય અને વિદ્વત્તાની પ્રસાદી મળી હતી તેવા સૂફમપ્રજ્ઞાસંપન્ન પ્રવચનપ્રભાવક વિદ્વરેણ્ય ગણિવર્ય પૂ. યુગભૂષણવિજયજી મહારાજનો નિકટથી પરિચય થયો. પૂજ્યશ્રીની વિચક્ષણતા એવી કે જેની જે શક્તિ હોય તેને તે રીતે જ્ઞાનના આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy