________________
દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧
૧૦૩
વિરાધનાત્મક સાધર્મિકવાત્સલ્યની ક્રિયા નિર્જરાનું કારણ છે, અને સંસારની ક્રિયા સાધર્મિકવાત્સલ્ય સદશ વિરાધનાત્મક હોવા છતાં ભોગાર્થે કરાતી હોવાથી તે વિરાધના કર્મબંધનું કારણ છે.
ટીકા ઃ
यत्तु वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति जीवघातपरिणामाजन्यत्वेन जीवविराधनाया: प्रतिबन्धकाभावत्वेनैवात्र हेतुत्वमिति कश्चिदाह साहसिकः, तस्यापूर्वमेव व्याख्यानमपूर्वमेव चागमतर्क कौशलं, केवलायास्तस्याः प्रतिबन्धकत्वाभावात् जीवघातपरिणामविशिष्टत्वेन प्रतिबन्धकत्वे च विशेषणाभावप्रयुक्तस्य विशिष्टाभावस्य शुद्धविशेष्यस्वरूपत्वे विशेष्याभावप्रयुक्तस्य तस्य शुद्धविशेषणरूपस्यापि सम्भवाज्जीवघातपरिणामोऽपि देवानांप्रियस्य निर्जराहेतुः प्रसज्येत ।
ટીકાર્ય :वर्जनाभिप्रायजन्यां
. નિર્જરાહેતુઃ પ્રસન્યેત । વર્જનાઅભિપ્રાયજન્ય નિર્જરા પ્રત્યે જીવઘાતપરિણામઅજન્યત્વરૂપે જીવવિરાધનાનું પ્રતિબંધકાભાવરૂપે જ અહીં=સાધર્મિકવાત્સલ્યાદિમાં, હેતુપણું છે, એ પ્રમાણે વળી જે કોઈક સાહસિક કહે છે, તેનું અપૂર્વ જવ્યાખ્યાન છે અને અપૂર્વ જઆગમ-તર્કકૌશલ્ય છે; કેમ કે કેવળ એવી તેનું=જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિશેષણ વગરની કેવળ એવી જીવવિરાધનાનું, પ્રતિબંધકત્વાભાવ હોવાથી જીવઘાતપરિણામવિશિષ્ટપણા વડે પ્રતિબંધકપણું પ્રાપ્ત થયે છતે, વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવનું શુદ્ધવિશેષ્યસ્વરૂપપણું હોતે છતે વિશેષ્યાભાવપ્રયુક્ત એવા તેના શુદ્ધવિશેષણરૂપનો પણ સંભવ હોવાથી જીવઘાતપરિણામ પણ દેવોને પ્રિય એવા તેને મૂર્ખને નિર્જરાનો હેતુ પ્રાપ્ત થશે. ભાવાર્થ :
અહીં “કોઈ સાહસિક” શબ્દથી ધર્મસાગરજીનું ગ્રહણ છે. તેઓનું કહેવું છે કે સાધર્મિકવાત્સલ્યમાં જે નિર્જરા થાય છે, તે વર્જનાઅભિપ્રાયથી થાય છે અને જીવવિરાધના સ્વયં તો નિર્જરામાં પ્રતિબંધક છે; આમ છતાં જે જીવવિરાધના જીવઘાતપરિણામજન્ય છે, તે જીવવિરાધના નિર્જરા પ્રતિ પ્રતિબંધક છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org