________________
ઓળખાણ છે. આજે પણ પોતાનું ધન જૈન સમાજ માટે ઉદાર હાથે વાપરી રહેલ છે. ઘન વૃદ્ધિ સાથે ધર્મમાં પણ એટલી જ પ્રગતિ કરેલ છે. જીવન પણ એટલું જ સાદગીપૂર્ણ. તેઓ શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના તથા ઘાટલોડિયા સ્થા. જૈન સંઘના માનનીય પ્રમુખશ્રી છે. તેઓ શ્રી આજે પણ તનમન-ધનથી જિનશાસનની સેવા તથા પૂ. સાધુસાધ્વીજીની વૈયાવચ્ચ અવિરતપણે કરી રહેલ છે. જે તેમનામાં રહેલા ઉચ્ચ સંસ્કારની નિશાની છે. જ્યારે જ્યારે જિનશાસનના કાર્યો માટે ધનની જરૂર પડી હોય ત્યારે ત્યારે ઉદાર હાથે પોતાનો ફાળો અવશ્ય નોંધાવેલ હોય. તેમનામાં રહેલ ધાર્મિક સંસ્કાર , સાદગી, જે વંશ પરંપરાગતથી ચાલ્યા આવે છે. જેઓશ્રી નાનજી ડુંગરશી શેઠ (લીંબડી) પરિવારના પનોતા પુત્ર છે. તેમના દરેક ધાર્મિક કાર્યમાં તેમના ધર્મપત્ની શ્રી પુષ્પાબહેનનો પણ ઘણો સહયોગ રહેલ છે.
તેઓશ્રી તરફથી સુધર્મ પ્રચાર મંડળ પ્રકાશિત શ્રાવક સામા. પ્રતિક્રમણ સૂત્ર બુકમાં આર્થિક સહયોગ મળવા બદલ અંતઃકરણપૂર્વક તેમનો આભાર માનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org