________________
ચતુર્વિશતિસ્તવ અધ્યયન
શ્રી ગૌતમસ્વામી :
હે ભગવન્ ! ચોવીશ તીર્થંકરોની સ્તુતિ કરવાથી જીવને શો લાભ પ્રાપ્ત થાય ?
શ્રી મહાવીર પ્રભુ : -
હે ગૌતમ ! ચોવીશ તીર્થંકરોના ગુણોનુ કીર્તન કરવાથી મિથ્યાત્વ મોહનીયનો ક્ષય-ક્ષયોપશમ થઈ દર્શન (સમ્યક્ત્વ) માં વિશુદ્ધિ-નિર્મલતા ઉત્પન્ન થાય છે તથા તીર્થંકરોના ગુણોમાં અનુરાગ-પ્રેમ થવાથી તે ગુણોની પ્રાપ્તિ થાય છે અને અલ્પકાળમાં સંસારથી મુક્ત થાય છે.
Jain Education International
દ્વિતીય અધ્યયન
૩૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અ. ૨૯ બોલ ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org