________________
સાવ સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આUTITUTUTI કરતાં કાળને જ શાપરૂપ ગાળો આપવી. જેમકે - ““આ પાંચમો આરોછે. અમે ધર્મકાર્ય કેવી રીતે કરીએ” ઈત્યાદિ રૂપે કહેવું પણ પોતાની પ્રવૃત્તિ ન સુધારવી તે પણ કાળ આશાતના છે, કાળો કાળ પોતાની સ્વાધ્યાય, પ્રતિલેખના આદિ ક્રિયા ન કરવી તે કાળ આશાતના છે.
પ્ર.૧
જ.૧
૫. પ્રતિજ્ઞાસૂત્ર (નમો ચઉવિસાયનો પાઠ)
(નિગ્રંથ પ્રવચનનો પાઠ) આ પાઠમાં સૌ પ્રથમ ચોવીસ તીર્થકરોને શા માટે નમસ્કાર કરવામાં આવ્યાં છે? એવો નિયમ છે કે જેવી સાધના કરવી હોય તેવી સાધનાના ઉપાસકોનું સ્મરણ કરવામાં આવે છે. યુદ્ધવીર યુદ્ધવીરોનું તથા અર્થવીર અર્થવીરોનું સ્મરણ કરે છે. આ ધર્મયુદ્ધ છે, તેથી અહીં ધર્મવીરોનું જ સ્મરણ કરવામાં આવે છે. જૈનધર્મના આ ચોવીસ તીર્થંકરો ધર્મસાધના માટે અનેકાનેક ભયંકર પરિષહસહન કરતાં રહ્યાં, તથા અંતે સાધકથી સિદ્ધપદ પર પહોંચીને અજરામર પરમાત્મા બની ગયાં. તેથી તેમનું પવિત્ર સ્મરણ આપણા - સાધકોનાદુર્બળ મનમાં ઉત્સાહ, બળ તથા સ્વાભિમાનની ભાવના પ્રદીપ્ત કરનાર – જગાડનાર છે. તેમની યાદ આપણી આત્મશુદ્ધિને સ્થિર કરનાર છે. તીર્થંકર આપણા માટે અંધકારમાં પ્રકાશસ્તંભ સમાન છે. તેથી સૌ પ્રથમ ભગવાન ઋષભદેવથી મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરવામાં આવ્યાં છે.
Talati Halatathalallah Timlif૨૫૦ ) ITIH+18TI HI!ETIHITTER!HAH!!ાનાHE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org