________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIIIIIIIIII જ.૩૩ બેઇન્દ્રિય વગેરે ત્રણ વિકસેન્દ્રિય જીવોને “પ્રાણ” કહે છે.
વનસ્પતિ જીવોને “ભૂત', પંચેન્દ્રિય પ્રાણીઓને “જીવ” તથા
બાકીના ચાર સ્થાવરોને “સત્વ' કહેવામાં આવે છે. પ્ર. ૩૪ આશાતના કરવાથી શું નુકશાન થાય છે ? જ.૩૪ સમ્યક્દર્શન વગેરે આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિને “આય” કહે
છે. અને શાતનાનો અર્થ - ખંડન કરવું છે. ગુરુદેવ વગેરે પૂજ્ય પુરુષોનું અપમાન કરવાથી, આશાતના કરવાથી, સમ્યક્દર્શન
વગેરે સગુણોની શાતના – ખંડના થાય છે. પ્ર.૩૫ “અરિહંતાણં આસાયણાએ” (અરિહંતોની આશાતના) કોને
કહે છે? જ.૩૫ કોઇ પણ જીવ રાગ – દ્વેષથી રહિત હોઈ શકતો નથી. તેથી
અરિહંત પણ રાગ-દ્વેષથી મુક્ત નથી. “અરિહંતે સર્વજ્ઞ હોવા છતાં પણ પૂર્ણ સમાધાન આપ્યું નથી.” આટલા કઠિન વિધાનોના રચયિતા અરિહંત દયાળ કેવી રીતે કહી શકાય છે? વગેરે કહેવું તથા તેમની કુશળતા (દક્ષતા) વગેરેમાં સંશય
(શંકા) કરવી અરિહંત આશાતના છે. પ્ર.૩૬ સિદ્ધની આશાતના શું છે? જ.૩૬ “સિદ્ધની પણ શું તત્યતા છે?” “એક સ્થાને અનંતકાળ
સુધી રોકાઈ રહેવું પણ શું સિદ્ધિ છે?” ““સિદ્ધ છે જ નહીં?'
જ્યારે શરીર જ નથી તો પછી તેમને સુખ કઈ વાતનું? અથવા સિદ્ધત્વમાં શું સુખ છે ? વગેરે રૂપે અવજ્ઞા કરવી સિદ્ધની
આશાતના છે. પ્ર. ૩૭ આચાર્યની આશાતના કોને કહે છે? જ.૩૭ આચાર્યની આજ્ઞા ન માનવી, આચાર્યને યમપાલ જેવા
માનવાં, આચાર્યની નિંદા કરવી વગેરે આચાર્યની આશાતના કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org