________________
'શ્રાવક સામયિક પ્રતિક્રમણ સૂત્ર પ્ર. ૨૧ એષણાસમિતિ કોને કહે છે? જ.૨૧ ગોચરીના ૪૨ દોષોને ટાળીને શુદ્ધ આહાર-પાણી તથા વસ્ત્ર
પાત્ર વગેરે ઉપધિ ગ્રહણ કરવી તે એષણાસમિતિ છે. પ્ર. ૨૨ આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ કોને કહે છે? જ. ૨૨ વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે વાસણો-ઉપકરણોનો ઉપયોગપૂર્વક
આદાન - ગ્રહણ કરવા તથા જીવરહિત પ્રમાર્જિત ભૂમિ પર નિક્ષેપણ - મૂકવાં એ આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ
કહેવાય છે. પ્ર.૨૩ પરિષ્ઠાપનિકા સમિતિ શું છે? જ. ૨૩ મળ, મૂત્ર વગેરે પરઠવા યોગ્ય વસ્તુઓને જીવરહિત એકાંત
સ્થડિલભૂમિમાં યત્નાપૂર્વક પરઠવી તે પારિષ્ઠાપનિક
સમિતિ છે. પ્ર.૨૪ જીવનિકાય કોને કહે છે? જ. ૨૪ જીવનો અર્થ છે – ચૈતન્ય – આત્મા અને નિકાયનો અર્થ છે રાશિ
સમૂહ. જીવોની રાશિને જીવનિકાય કહે છે. પૃથ્વી, પાણી, તેલ, વાયુ, વનસ્પતિ અને ત્રસ – આ છ જવનિકાય છે. તેને છકાય
પણ કહે છે. પ્ર. ૨૫ ભય કોને કહે છે? તેના સાત સ્થાન ક્યા ક્યા છે? જ. ૨૫ ભય મોહનીયકર્મના ઉદયથી થનાર આત્માના ઉદ્દેગરૂપ
પરિણામ વિશેષને “ભય' કહે છે. ભયના નીચે પ્રમાણે સાત
સ્થાન છે. (૧) ઈહલોકભય - પોતાની જાતિના પ્રાણીથી ડરવું,
ઈહલોકભય છે. જેમકે મનુષ્યનું મનુષ્યથી ડરવું,
તિર્યંચનું તિર્યંચથી ડરવું. (૨) પરલોકભય-બીજી જાતિના પ્રાણીથી ડરવું, પરલોકભય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org.