________________
પ્ર.૪
૪.૪
પ્ર.૫
૪.૫
પ્ર.૬
જ.
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
પ્રતિલેખના અને પ્રમાર્જના શા માટે આવશ્યક છે ? વસ્ત્ર, પાત્ર વગેરેને સારી રીતે ખોલીને ચારે બાજુથી જોવું એ પ્રતિલેખના છે. અને રજોહરણ તથા પૂંજણીથી સારી રીતે સાફ કરવું પ્રમાર્જના છે.
સાધકની પાસે જે વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો હોય તેની દિવસે બે વાર -સવારે અને સાંજે – પ્રતિલેખના કરવાની હોય છે. તેને જોયાં વગર ઉપયોગમાં લેવાથી હિંસાનો દોષ લાગે છે. તથા તેમાં સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થવાની તથા બહારના જીવોની તેમાં આશ્રય લેવાની સંભાવના રહે છે. તેથી પ્રત્યેક વસ્તુનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જીવોને જોવાં જોઇએ અને જો કોઇ જીવ દેખાય તો તેને પ્રમાર્જન દ્વારા કોઇપણ પ્રકારનું દુઃખ પહોંચાડ્યા વિના ધીરેથી એકાંત સ્થળે છોડી દેવું જોઇએ. આ અહિંસા મહાવ્રતની સૂક્ષ્મ સાધના છે. ધર્મ પ્રત્યેની જાગરૂકતા છે. તેથી પ્રતિલેખના અને પ્રમાર્જન આવશ્યક છે.
દુષ્પ્રતિલેખના અને દુષ્પ્રમાર્જનનો શો અર્થ છે ?
આળસપૂર્વક, ઉતાવળથી, વિધિપૂર્વક ન જોવું, તે દુષ્પ્રતિલેખના છે, અને ઉતાવળમાં વિધિ વિના ઉપયોગહીનદશામાં પ્રમાર્જન કરવું દુષ્મમાર્જન છે.
સ્વાધ્યાય અને પ્રતિલેખન દોષ નિવૃત્તિનો પાઠ બોલવો શાથી આવશ્યક છે ?
શાસ્ત્રોના કહેલા સમય પ્રમાણે સ્વાધ્યાય કે પ્રતિલેખન ન કરવું, શાસ્ત્રમાં નિષેધ કરેલા સમયે કરવું, સ્વાધ્યાય તથા પ્રતિલેખના પર શ્રદ્ધા ન કરવી તથા આ સંબંધી મિથ્યા પ્રરૂપણા કરવી કે યોગ્ય વિધિથી ન કરવી, વગેરે રૂપે સ્વાધ્યાય અને પ્રતિલેખના સંબંધી જે અતિચાર દોષ લાગ્યાં હોય તેનાથી મુક્ત થવાને માટે સ્વાધ્યાય અને પ્રતિલેખન દોષ નિવૃત્તિનો પાઠ બોલવો જરૂરી છે.
૨૪૦ ADD
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org