________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સામાન્ય દરજ્જાના શ્રાવકને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી છે. વિશિષ્ટ શ્રાવક આ વ્રતોને વિશિષ્ટકરણ યોગોથી પણ ગ્રહણ
કરી શકે છે. પ્ર. ૧૨. રાત્રિ ભોજનનો ત્યાગ કયા વ્રતમાં આવે છે? જ. ૧૨. રાત્રિ ભોજનનો ત્યાગ શ્રાવકના સાતમા વ્રતમાં ગર્ભિત
(રહેલો) છે. આ ઉપભોગ પરિભોગની કાળને આશ્રિત મર્યાદા
છે.
પ્ર. ૧૩. ઉપભોગ પરિભોગની વસ્તુઓની મર્યાદાથી શું લાભ છે? જ. ૧૩. સંકલ્પ, વિકલ્પથી મુક્તિ મળે છે. આવશ્યકતાઓ ઘટે છે,
જીવન સંતોષમય તથા ત્યાગમય બને છે. ધર્માચરણ માટે વધુ સમય મળે છે. મર્યાદિત ભૂમિની બહાર ઉપભોગની વસ્તુઓનો સંપૂર્ણ અને મર્યાદિત ભૂમિમાં પણ ઘણી વસ્તુઓનો ત્યાગ થવાથી આશ્રવ અટકે છે.
૮. અનર્થદંડ વિરમણ વ્રત પ્ર. ૧. દંડ કોને કહે છે? જ. ૧. જેનાથી આત્મા તથા અન્ય પ્રાણીઓ દંડાય અર્થાત્ તેમની હિંસા
થાય એ રીતે મન, વચન, કાયાની કલુષિત પ્રવૃત્તિને દંડ
કહેવાય છે. પ્ર. ૨. અર્થદંડ કોને કહે છે? જ. ૨. સ્વ, પર કે ઉભયના કોઈ પ્રયોજન (કાર્યો માટે ત્રસ, સ્થાવર
જીવોની હિંસા કરવી અર્થદંડ છે. પ્ર. ૩. અનર્થદંડ કોને કહે છે?
I amiri૨૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org