________________
સુધર્મ પ્રચાર મંડળ પ્રવૃત્તિ
(૧) દર વર્ષે ભારતભરમાં ચાતુર્માસ થી વંચિત ક્ષેત્રોમાં સંઘોની વિનંતીને માન આપીને સ્વાધ્યાયીભાઈ બહેનોને પર્યુષણ પર્વમાં ધર્મ આરાધના કરાવવા માટે મોકલીએ છીએ. શાસન પ્રભાવનાના આ મહાન કાર્ય માટે દરેક સ્વાધ્યાયીઓને અને વ્યાખ્યાતા ભાઈ બહેનોનું યોગ્ય બહુમાન કરીએ છીએ. વર્ષમાં બે વખત પ્રશિક્ષણ શિબિર, એક વખત શિક્ષક સંમેલન તથા એક વખત સ્વાધ્યાયી સંમેલનનું આયોજન કરીએ છીએ.
(૨)સુધર્મપ્રચાર મંડળ, શ્રી જૈન ધાર્મિક પરીક્ષા બોર્ડદ્વારા દર વરસે ઓગસ્ટ માસમાં પરીક્ષા લે છે. જેમાં આશરે ૭૦ જૈન શાળા તથા ૨૦ જેટલા મહિલા મંડળના થઈ ૧૮૦૦ થી ૨૦૦૦ પરીક્ષાર્થીઆ બેસે છે.
(૩) ૧ થી ૧૨ શ્રેણીમાં આખા ભારતમાં ૧ થી ૩ નંબર આવનાર જૈન શાળાના બાળકોને તથા મહિલા મંડળના બહેનોને યોગ્ય પુરસ્કાર પણ મંડળ તરફથી આપવામાં આવે છે.
(૪) મંડળના આ મહાન ભગીરથ કાર્યમાં સેવા આપવા બદલ મંડળના દરેક સ્વાધ્યાયીઓનો, સહકાર્યકર્તાઓનો, તેમના માતાપિતાતથા વડીલોનો, દરેક સંઘના કાર્યકર્તાઓ તેમજ શિક્ષક ભાઈબહેનોનો પણ આભાર માનીએ છીએ. અમારી ક્યાંય પણ ભૂલ થતી હોય તો યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપવા નમ્રવિનંતી છે.
Jain Education International
લિ. જશવંતભાઈ શા. શાહ -પ્રમુખ ભદ્રેશભાઈ ડી. શાહ - વ્યવસ્થાપક
For Private & Personal Use Only
www.jainelibrary.org