________________
llllllllllll શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આuuuuuuuu
આપણે મોક્ષની નજીક થઈએ છીએ. તેથી આવી પ્રાર્થના કરવામાં આવે છે.
પ્રશ્ન ૪પ :- કીર્તન એટલે શું? ઉત્તર:- વાણીથી સ્તુતિ કરવી તે “કિત્તિય'. પ્રશ્ન ૪૬:- વંદન એટલે શું? ઉત્તર:- કાયાથી પંચાંગ નમસ્કાર કરવા તે “વંદિય”. પ્રશ્ન ૪૭:- પૂજન એટલે શું? ઉત્તર :- ભાવથી સ્મરણ કરવું તે મહિયા”. પ્રશ્ન ૪૮ :- કીર્તન અને વંદનથી શું લાભ થાય છે ?
ઉત્તરઃ- (૧) જ્ઞાન વધે છે. (૨) શ્રદ્ધા વધે છે. (૩) નવા પાપકર્મનો બંધ થતો નથી. (૪) પુણ્યનો બંધ થાય છે. (૫) જૂનાં પાપકર્મોનો નાશ થાય છે.
પ્રશ્ન ૪૯:- તીર્થકરો ચંદ્રોથી પણ અધિક નિર્મલ કઈ રીતે?
ઉત્તર:- ચંદ્રમાની અંદર તો કાંઈક કલંક (ડાઘ) દેખાય છે. પરંતુ તીર્થકરોમાં ચાર ઘનઘાતીરૂપ કર્મકલંક હોતું નથી તેથી તેઓ ચંદ્રમાઓથી પણ અધિક નિર્મલ છે.
પ્રશ્ન ૫૦ :- તીર્થકરો સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા કેવી રીતે?
ઉત્તર :- સૂર્ય મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે. જ્યારે તીર્થંકરો પોતાનાં કેવલજ્ઞાનથી બધા દ્રવ્યો, ક્ષેત્રો, કાળ અને ભાવોને પ્રકાશિત કરે છે. તેથી તીર્થકરોને સૂર્યોથી પણ અધિક પ્રકાશના કરનારા કહેલ છે.
પ્રશ્ન પ૧ :- લોગસ્સનો પાઠ શાશ્વત છે કે અશાશ્વત?
ઉત્તર :- જે સમયમાં જેટલા તીર્થંકરો થાય. તેઓના નામ ગણધર લોગસ્સમાં ગૂંથતા જાય છે. અનુયોગદ્વારસૂત્રમાં લોગસ્સનું નામ ઉક્કીત્તણો' = ઉત્કીર્તન (એટલે સ્તુતિ કરવી) બતાવેલ છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org