________________
TTTTTTTTTTTTી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર ||TTITI!
તારો છે, ત્યાંથી ત્રણ જજન ઊંચપણે શુકનો તારો છે; ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે બૃહસ્પતિનો તારો છે, ત્યાંથી ત્રણ જજન ઊંચપણે મંગળનો તારો છે, ત્યાંથી ત્રણ જોજન ઊંચપણે શનિશ્ચરનો તારો છે, એમ નવસે જોજન લગી જ્યોતિષચક્ર છે. તે ઉપર અસંખ્યાતા જોજન કોડાકોડી ઊંચપણે પહેલું સુધર્મ નામે અને બીજું ઈશાન નામે દેવલોક છે. એકેકું અર્ધચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, પહેલામાં બત્રીસ લાખ વિમાન છે, બીજામાં અાવીશ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર ત્રીજું સનકુમાર અને ચોથું માહેંદ્ર એ બે દેવલોક છે. એકેકુ અર્ધચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. ત્રીજામાં બાર લાખ અને ચોથામાં આઠ લાખ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જોજન ઊંચે પાંચમું બ્રહ્મલોક દેવલોક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર છઠું લાંતક દેવલોક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં પચાસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર સાતમું મહાશુક્ર દેવલોક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાલીસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર આઠમું સહસ્ત્રાર દેવલોક છે. એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં છ હજાર વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર નવમું આણત અને દશમું પ્રાણત એ બે દેવલોક જોડાજોડ છે. એકેકુ અર્ધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, એમાં મળીને ચારસો વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર અગ્યારમું આરણ અને બારમું અય્યત એ બે દેવલોક જોડા જોડ છે. એકેકે અર્ધ ચંદ્રમાને આકારે છે, બે મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. એમાં મળી ત્રણસો વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જોજન ઉપર નવ રૈવેયક છે. તેના-નામ ભદે, સુભદે, સુજાએ, સુમાણસે, પિયદેસણું, સુદંસણે, આમોહે, સુપડિબદ્ધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org