SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ 'कवलभोजिनः कैवल्यं न घटते' इति दिक्पट: तन्नः आहारपर्याप्त्यसातवेदनीयोदयादिप्रसूता कवलभुक्त्या कैवल्याविरोधात्, घातिकर्मणामेव तद्विरोधित्वात् । दग्धरज्जुस्थानीयात्तत्तो न तदुत्पत्तिरिति चेत्; नन्वेवं तादृशादायुषो भवोपग्रहोऽपि न स्यात् । किञ्च, अनुगृहीतेनैकेनेन्द्रियेण मनसैव वा सकलार्थग्रहणासम्भवात् । यथा च न पञ्चेन्द्रियार्थज्ञानजनने मनसोऽनुगृहीतस्यापि केवलस्य सामर्थ्यं तद्वन्न मनसः केवलज्ञानजनने सामर्थ्य समस्ति। ‘કિપટી નિ વિપર રૂત્યર્થ. તેવામયમાશય – “વેનિનઃ વવનાદારો ને સમતિ, कैवल्यान्यथानुपपत्तेः'। निराकरोति 'तन्न' इत्यादिना। आहारपर्याप्तिः = शक्तिविशेषो, यस्य कर्मणो बलादाहारं कर्तुं, खलरसादितया तं परिणन्तुं प्रभवति जीवस्तदाहारपर्याप्तिनामकर्म तस्य, असातवेदनीयकर्मणश्चोदयादिप्रभवा कवलभुक्तिः । सा च कथं कैवल्यविरोधिनी स्यात्, घातिकर्मणामेव तद्विरोधित्वात्, तेषां च विनष्टत्वेन अज्ञानादिघातिकर्मोद्भवदोषासम्भवात्, क्षुधा च वेदनीयोद्भवतया न कैवल्यविरोधिनी येन कवलभुक्त्या कैवल्यानुपपत्तिः स्यात् । अथ भगवतां वेदनीयं कर्म सदपि दग्धरज्जुस्थानिकमिति ધર્મવિશેષની સહાય મનને મળે ત્યારે તે બળવાન મન જ સકલ પદાર્થોનું જ્ઞાન કરશે. આ મનોજન્યજ્ઞાન જ કેવળજ્ઞાન છે. (આવું વૈશેષિકાદિ કહે છે.) ઉત્તરપક્ષ : આ વાત પણ બરાબર નથી. કારણ કે યોગજ ધર્મથી સહકૃત મનથી પણ જેમ પાંચે ય ઈન્દ્રિયોના વિષયોનું ગ્રહણ થઈ શકતું નથી તેમ કેવળજ્ઞાન પણ થઈ શકતું નથી. તેથી સ્વાવારકકર્મના સંપૂર્ણક્ષયથી ઉત્પન્ન થતું અને આત્મદ્રવ્ય સિવાય બીજા કોઈની અપેક્ષા વિના જ સર્વપદાર્થાવબોધક બની શકતું કેવળજ્ઞાન માનવું જ ઉચિત છે. * કેવળજ્ઞાનનો જ્વલાહાર સાથે અવિરોધ * કેવળજ્ઞાનનું નિરૂપણ કર્યા બાદ પ્રસંગ કેવળજ્ઞાન અને કવલાહાર વચ્ચે વિરોધ માનનારા દિગમ્બર મતના નિરાકરણપૂર્વક તે બે વચ્ચેનો અવિરોધ પ્રસ્થાપિત કરે છે. દિગમ્બર : કવલાહાર કરનારને કૈવલ્ય સંભવી ન શકે. કેવળજ્ઞાની કવલાહાર કરે નહીં. શ્વેતામ્બર : તમારી વાત બરાબર નથી. કારણ કે આહારપર્યાપ્તિ નામકર્મ, અશાતા વેદનીય કર્મના ઉદય વગેરેના કારણે જેમ આપણે કવલાહાર કરીએ તેમ કેવળી ભગવંત પણ કરે તેમાં કોઈ બાધ નથી. કવલાહાર અને કેવળજ્ઞાનને પરસ્પર વિરોધ નથી. કેવળજ્ઞાનનું વિરોધી તો માત્ર ઘાતિકર્મ જ છે. અશાતાવેદનીયાદિ તો અઘાતિ કર્મ છે. તેને કેવળજ્ઞાન સાથે વિરોધ નથી. દિગમ્બર : યદ્યપિ અશાતા વેદનીયાદિનો ઉદય કેવળજ્ઞાનીને પણ હોય છે. પરંતુ કેવળજ્ઞાનરૂપ પ્રચંડ અગ્નિના તાપથી તે અઘાતિ કર્મો બિચારા બળેલા દોરડા જેવા થઈ ગયા હોય છે. બળેલું દોરડું હાજર હોવા છતાં પણ જેમ કોઈ કામમાં આવી શકતું ન હોવાથી નામનું જ હોય છે તેમ કેવળીનું અશાતાવેદનીય કર્મ પણ ઉદિત થવા છતાં ય પોતાનો વિપાક બતાવી શકતું નથી. શ્વેતામ્બર : જો એવું માનો તો પછી આયુષ્યકર્મ પણ દગ્ધરજુસ્થાનીય હોવાથી તેનો ઉદય હોવા છતાં ય તેના વિપાકરૂપે સંસારમાં સ્થિતિ નહીં રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy