SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા गामि-वर्धमान-प्रतिपातीतरभेदात् । तत्रोत्पत्तिक्षेत्रादन्यत्राप्यनुवर्तमानमानुगामिकम्, भास्करप्रकाशवत्, यथा भास्करप्रकाश: प्राच्यामाविर्भूतः प्रतीचीमनुसरत्यपि तत्रावकाशमुद्योतयति, तथैतदप्येकत्रोत्पन्नमन्यत्र गच्छतोऽपि पुंसो विषयमवभासयतीति । उत्पत्तिक्षेत्र एव विषयावभासकमननुगामिकम्, प्रश्नादेशपुरुषज्ञानवत्, यथा प्रश्नादेश: क्वचिदेव स्थाने संवादयितुं ध्येयम् - सकलपदमवधेरुत्कर्षस्वरूपद्योतनापेक्षया प्रोक्तम् । नटवधिमात्रेण सकलरूपिद्रव्याणामध्यक्ष सम्भवति, क्षयोपशमतारतम्येन बोधतारतम्यदर्शनात् । तच्चाने स्फुटीभविष्यति । द्रव्यपदमत्र तात्पर्यग्राहकं ज्ञेयं, न तु वस्तुतो लक्षणाङ्गमत एव वाचकवर्यैस्तत्त्वार्थाधिगमसूत्रे द्रव्यपदपरिहारेण 'रूपिष्ववधेः' (१/२८) इत्येतावन्मात्रमेवोक्तं सङ्गच्छते । ननु रूपिद्रव्यमात्रविषयकत्वेऽवधेः 'इदं जीर्णं नवीनं वा, इदं दूरमासन्नं वेति प्रतीतिः न स्यात्, तस्याः कालक्षेत्रविषयकत्वात्, अवधेश्च रूपिमात्रविषयकत्वेन આત્મવ્યાપારની જ અપેક્ષા રાખતું હોય (ઈન્દ્રિય કે મનના વ્યાપાર, વિષયાર્થસંનિકર્ષ વગેરેની અપેક્ષા જેને ન હોય) તે જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેના ત્રણ ભેદો છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. * અવધિજ્ઞાનના છ પ્રકાર છે એમાંથી સૌપ્રથમ અવધિજ્ઞાનનું લક્ષણ જણાવે છે. સર્વ રૂપી દ્રવ્યોને વિશે, માત્ર આત્માના વ્યાપારની જ સહાયથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને અવધિજ્ઞાન કહેવાય છે. (અહીં “સકલ રૂપી દ્રવ્યવિષયક' નો અર્થ સકલરૂપીદ્રવ્યમાત્રવિષયક કરવો. અન્યથા, સૈકાલિક સર્વવસ્તુવિષયક એવા કેવળજ્ઞાનમાં આ લક્ષણ અતિવ્યાપ્ત બને. “માત્ર પદથી તેનું વારણ થઈ શકે છે. કારણ કે કેવળજ્ઞાન અરૂપીદ્રવ્યવિષયક પણ છે.) આના છ પ્રકારો છે, તે દરેકનું ક્રમશઃ ઉદાહરણ પૂર્વક નિરૂપણ કરે છે. (૧) આનુગામિક અવધિજ્ઞાન :- સૂર્યના પ્રકાશની જેમ જે અવધિજ્ઞાન પોતાના ઉત્પત્તિક્ષેત્રથી ભિન્ન ક્ષેત્રમાં પણ જ્ઞાતાની સાથે જાય છે તેને “આનુગામિક' કહેવાય છે. જેમ સૂર્યમાંથી નીકળતો પ્રકાશ પૂર્વદિશામાં ઉત્પન્ન થયો છે અને પછી સૂર્ય જયારે પશ્ચિમ દિશામાં જાય ત્યારે પ્રકાશ પણ ત્યાં સાથે જ જાય અને ત્યાં પણ પ્રકાશ ફેલાવે છે. તેમ આ જ્ઞાન પુરુષની સાથે અન્યત્ર પણ જાય છે અને ત્યાંના વિષયનો પણ પુરુષને બોધ કરાવે છે. (૨) અનાનુગામિક અવધિજ્ઞાન :- આ અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રમાં જ અર્થબોધ કરાવે છે. જેમ કે પ્રશ્નાદેશ પુરુષનું જ્ઞાન. જેમ કોઈ નૈમિત્તિક પુરુષ કોઈ વિશેષસ્થાનમાં જ પૂછાતા પ્રશ્નોના ઉત્તર આપી શક્તો હોય છે, પણ તે અન્યત્ર જવાબ આપી શક્તો નથી. તેમ, આ અવધિજ્ઞાન પણ પોતાના ઉત્પત્તિક્ષેત્રમાં જ જ્ઞાન કરાવે, અન્યત્ર નહીં. (ટૂંકમાં, આનુગામિક એ ટોર્ચના પ્રકાશ જેવું છે, જે માણસની સાથે અન્યાન્ય સ્થળે જાય ને ત્યાંના વિષયોને પણ જણાવે. અનાનુગામિક એ વાયર પર લટકતા બલ્બ ના પ્રકાશ જેવું છે. અર્થાત્, એ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકવો હોય તો વિવક્ષિત ક્ષેત્રમાં જ આવવું પડે. જેમ બલ્બના પ્રકાશમાં વાંચન કરનારે બલ્બ પાસે આવવું પડે. બલ્બ સાથે ન જાય તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.) (૩) વર્ધમાન અવધિજ્ઞાન - જે અવધિજ્ઞાન પોતાના ઉત્પત્તિક્ષેત્રથી ક્રમશઃ વધતા વધતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy