________________
જૈન તર્કભાષા
निमित्त: श्रुतोपयोगः, तदावरणक्षयोपशमो वा एतच्च परोपदेशं विनापि नासम्भाव्यम्, अनाकलितोपदेशानामपि मुग्धानां गवादीनां च शब्दश्रवणे तदाभिमुख्यदर्शनात्, एकेन्द्रियाणामप्यव्यक्ताक्षरलाभाच्च । अनक्षरश्रुतमुच्छ्वासादि, तस्यापि भावश्रुतहेतुत्वात्, ततोऽपि 'सशोकोऽयम्' इत्यादिज्ञानाविर्भावात् । अथवा श्रुतोपयुक्तस्य सर्वात्मनैवोपयोगात् सर्वस्यैव व्यापारस्य श्रुत
૬૬
नन्वक्षरस्य परोपदेशजन्यत्वं श्रूयते दृश्यते च श्रुतोपयोगरूपं क्षयोपशमरूपमिति वाऽक्षरश्रुतज्ञानं किं तथैवाहोस्विदन्यथेति जिज्ञासायामाह - एतच्च परोपदेशमिति यदपि परोपदेशजत्वमक्षरस्य उच्यते तदपि सञ्ज्ञाव्यञ्जनाक्षरयोरेवावसेयम् । लोकव्यवहारेऽपि तथैव दर्शनात् । दृश्यते हि लिपिविज्ञानं वर्णोच्चारश्च बालमुग्धादीनां गुरुजनवर्गेण शिक्षिष्यमाणः श्रुतोपयोगः क्षयोपशमो वा न तथा, लब्ध्यक्षरं तु क्षयोपशमेन्द्रियादिनिमित्तमसञ्ज्ञिनां न विरुद्धयते । यथा वा सञ्ज्ञिनामपि परोपदेशाभावेन (ટોમી) શબ્દ બોલાય એટલે મને બોલાવે છે એમ સમજવું. ટૂંકમાં, શક્તિગ્રહ થવાના અનેક કારણો છે જેમાં ઘણાખરાં કારણો પરોપદેશાત્મક (શિક્ષણાત્મક) છે પરંતુ ક્યારેક આ રીતે વ્યવહારથી પણ શક્તિગ્રહ થાય છે.)
લધ્યક્ષર શ્રુતજ્ઞાન પરોપદેશ વિના પણ સંભવી શકે છે એ માટેની બીજી યુક્તિ એ પણ છે કે એકેન્દ્રિય જીવોમાં પણ અક્ષરના અનંતમા ભાગ જેટલું અવ્યક્ત શ્રુતજ્ઞાન માન્યું છે. અલબત્ત, ત્યાં એ વાચ્ય-વાચકભાવથી સંકળાયેલું ન હોવાથી ક્ષયોપશમરૂપે જ માન્યું છે. (અહીં એમ જણાય છે કે લબ્બક્ષરશ્રુતને ગ્રન્થકારે પહેલા ભાવશ્રુતોપયોગરૂપ કહ્યું અને પછી તદાવરણકર્મના ક્ષયોપશમ રૂપ કહ્યું. લધ્યક્ષરશ્રુત પરોપદેશ વિના પણ હોઈ શકે છે. એ વાતના સમર્થનમાં જે બે દલીલો આપી છે તેમાંથી પહેલી દલીલ લધ્યક્ષરશ્રુતને ભાવશ્રુતોપયોગ માનવા વિશે છે. પણ પછી બીજી, ‘એકેન્દ્રિયજીવોને અવ્યક્ત અક્ષર લાભ છે.' એવી જે દલીલ આપી છે તે લધ્યક્ષરને ક્ષયોપશમરૂપ માનવા અંગે છે.)
* અનક્ષરશ્રુતનું નિરૂપણ *
ઉચ્છ્વાસ, નિઃશ્વાસાદિને (આદિથી ખાંસી વગેરે...) અનક્ષરશ્રુત કહેવાય છે. કારણ કે એ પણ ભાવશ્રુતનું કારણ છે. કોઈ વ્યક્તિનો ઉચ્છ્વાસાદિ અવાજ સાંભળતા ‘આ શોકગ્રસ્ત છે’ કે ‘રોગગ્રસ્ત છે’ ઈત્યાદિ જ્ઞાન થાય છે. આ પ્રતીતિ શ્રુતાનુસારી છે કારણ કે ઉચ્છ્વાસાદિ એ શબ્દાત્મક છે. આ શબ્દને દ્રવ્યશ્રુતરૂપ જાણવો કારણ કે જે કારણ હોય તે દ્રવ્ય હોય છે.
શંકા : આ રીતે તો શબ્દાત્મક ન હોય તેવા શિરોધૂનન, હાથ હલાવવો વગેરે ચેષ્ટા પણ કંઈક બોધ કરાવે છે તો શું એ બધી ચેષ્ટાઓ પણ શ્રુત કહેવાશે ?
સમા. : ના, ઉચ્છ્વાસાદિ (‘આદિ’ પદથી નિઃશ્વાસ, થૂંકવું, ખાંસી વગેરે અવાજવાળી ચેષ્ટાઓ લેવી) વ્યાપારને જ શ્રુત કહેવાશે. બધા વ્યાપાર કંઈ શ્રુતરૂપે નથી.
શંકા : આવો ભેદ પાડવામાં વિનિગમક કોને માનશો ? થવા, કહીને ગ્રન્થકાર સ્વયં બીજો વિકલ્પ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org