SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ નિક્ષેપપરિચ્છેદ इत्यादि सूत्रविरोधस्तत्र यत्तत्पदाभ्यां व्याप्त्युपस्थितेरिति चेत् ? अत्र वदन्ति- तत्तद्व्यभिचारस्थानान्यत्वविशेषणान्न दोषः। तथा च वृद्धोक्ति 'यद्यत्रकस्मिन्न सम्भवति नैतावता भवत्यव्यापितेति', यथा हि मैथुनव्रतस्य निरपवादस्पदत्वेऽपि न १'जावइया उस्सग्गा तावइया પદાર્થનું “જીવ’ એવું નામ કરાયું હોય તે વસ્તુને નામજીવ કહેવાય છે. દેવતા-મનુષ્ય વગેરે કોઈ પણ વ્યક્તિના પ્રતિમા-આકૃતિ-પ્રતિકૃતિ કે સ્થાપના (= અસદ્ભાવ સ્થાપના) કરાય તો તેને સ્થાપના જીવ કહેવાય છે. ભાવજીવની વાત કરતા પૂર્વે થોડી વિશેષ વાતો જાણી લઈએ. ઔપશમિકાદિ ભાવોની સમજણ (૧) ઔપથમિક ભાવ : મોહનીય કર્મના સર્વથા દબાઈ જવાથી (એટલે કે મોહનીયના વિપાકોદય અને પ્રદેશોદય એ બન્ને પ્રકારના ઉદયના ઉપશમથી (= અભાવથી) પ્રગટ થયેલો જે જીવસ્વભાવ તે ઔપથમિક ભાવ. દા.ત. ઔપશમિક સમ્યક્ત, ઔપથમિક ચારિત્ર. (૨) ક્ષાયિક ભાવ : તે તે કર્મનો સર્વથા ક્ષય થવાથી પ્રગટ થયેલો જીવપરિણામ. દા.ત. કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સમ્યક્ત વગેરે. (૩) ક્ષાયોપથમિક ભાવઃ ઉદયમાં આવેલા કર્મના રસનો ક્ષય અને અનુદીર્ણ (= સત્તાગત) કર્મના રસનો ઉપશમ થવાથી પ્રગટતો જીવપરિણામ. દા.ત. મત્યાદિ ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ક્ષાયોપશમિક સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે. (૪) ઔદયિક ભાવ : તે તે કર્મના ઉદયથી પ્રગટ થયેલો જીવપરિણામ. દા.ત. મનુષ્યાદિ ચાર ગતિ, પુરુષાદિ ત્રણ વેદ, ક્રોધાદિ ચાર કષાય, છ લેશ્યા, મિથ્યાત્વ, અસંયમ, અજ્ઞાન, અસિદ્ધત્વ. (૫) પારિણામિક ભાવ : કર્મના ઉદય-ઉપશમ-ક્ષયોપશમ કે ક્ષયથી નિરપેક્ષ એવો સ્વાભાવિક જીવપરિણામ. દા.ત. ભવ્યત્વ, અભવ્યત્વ, જીવ7. જીવનો દ્રવ્યનિક્ષેપ ત્યારે સંભવે કે જો કોઈ અજીવ પદાર્થ ભવિષ્યમાં જીવ રૂપ બની જાય. કારણ કે વસ્તુના અમુક પર્યાયના કારણભૂત પદાર્થને તે પર્યાયનો દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેમ કે વર્તમાનની કોઈ વ્યક્તિ ભવિષ્યમાં દેવ થવાની હોય તો તેને વર્તમાનમાં દ્રવ્યદેવ કહેવાય છે. પરંતુ કોઈ અજીવ ભવિષ્યમાં જીવ બની જાય એવું ક્યારેય બનતું નથી. ધર્માસ્તિકાયાદિ પાંચે અસ્તિકાયોને શાસ્ત્રોમાં “ઇતર-અપ્રવેશી” કહ્યા છે. એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્ય ક્યારેય અધર્માસ્તિકાયાદિ રૂપ ન બને. એ જ પ્રમાણે જીવદ્રવ્ય પણ ક્યારે ય અન્ય જડદ્રવ્યાત્મક ન બને કે કોઈ જડદ્રવ્ય જીવદ્રવ્યાત્મક ન બને કારણ કે “જીવત્વ' એ જીવનો અનાદિ-અનંત (આદિ અને અંત વિનાનો) પારિણામિક ભાવ (= સ્વભાવ) છે. તેથી જીવનો દ્રવ્યનિક્ષેપ મળી શકે તેમ નથી. કેટલાક એમ કહે છે કે ‘ગુણ અને પર્યાયથી રહિત દ્રવ્ય તો ક્યારે પણ ક્યાંય મળી શકતું નથી છતાં પણ ગુણપર્યાયોથી સાવ રહિત અને અનાદિપારિણામિકભાવ (જીવત્વ)થી રહિત એવા પદાર્થની બુદ્ધિથી કલ્પના કરવાની. બસ, કલ્પનામાં રહેલો આ ગુણપર્યાયરહિત જીવ એ જ જીવનો દ્રવ્યનિક્ષેપ છે.” પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે વિદ્યમાન એવા ગુણ પર્યાયોને બુદ્ધિથી ખસેડી નાખવા શક્ય નથી. 9, યવન્ત ઉત્સસ્તાવન્તોડવદ્વ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy