________________
નિક્ષેપપરિચ્છેદ
૨૧૫
यथा वा पुस्तकपत्रचित्रादिलिखिता वस्त्वभिधानभूतेन्द्रादिवर्णावली ।
अथ इन्द्रादिपदाभिधेयत्वलक्षणा परिणतिः सङ्केतवशाद् गोपालदारकादिलक्षणस्य अर्थस्यैव भवितुमुचिता तत्कथं 'अन्यतर'पदप्रयोगेण शब्दस्यापि सा सङ्ग्रहीता, एकमात्रनिष्ठत्वेऽप्यन्यतरनिष्ठत्वसम्भवेऽपि शब्दनिष्ठत्वस्याभावतस्तस्य अन्यतरत्वेन सङ्ग्रहो निष्प्रयोजन एवेत्यत आह 'तत्त्वतो' इत्यादि । परमार्थतस्तु यो नामयुक्तपिण्डगतधर्म इन्द्रादिपदाभिधेयत्वलक्षणः स नाम्नि इन्द्रादिलक्षण उपचारत एव वर्तते । ननु एवं स्थिते सकलनामराशावेतादृश उपचारस्य समानत्वात् 'अन्यतर'पदत्यागेन ‘नामार्थोभयपरिणति'रेव नामनिक्षेपत्वेन विवक्ष्यतामिति चेत्, अत्र केचित्, यादृच्छिकपदानां डित्थडवित्थादिरूपाणाम् अर्थ एव न विद्यते यत्र तत्त्वतः इयं परिणतिः स्थास्यति, अतस्तत्र पदनिष्ठा उपचरिता एकैव परिणतिर्लभ्या । अत एव नामार्थोभयपरिणतिरित्यनुक्त्वा नामार्थान्यतरपरिणतिरित्यभिहितम् । तन्न मनोरमं, यतो यत्र कुत्रचित् पुरुषादिके डित्थादिकयादृच्छिकपदानां सङ्केतः क्रियते केनचित्तत्र अर्थनिष्ठायाः परिणतेरपि सम्भवात् । अत्र केचित्- डित्थादिपदस्य वाच्यार्थः कुत्रचिद् दृश्यतेऽतः व्युत्पत्तिशून्यत्वमस्तु तादृशपदानां अर्थशून्यत्वं तु नास्तीति वदन्ति । वस्तुतस्तु - अन्यतरपदत्यागेन नामार्थोभयपरिणते मनिक्षेपत्वोक्तौ स्वातंत्र्येण पदस्य तद्वाच्यस्य वा नामनिक्षेपत्वं न स्यात्, उभयत्वस्योभयत्रैव पर्याप्तत्वात् । अत इन्द्रादिपदस्य
શબ્દ કે અર્થ અન્યતરનિષ્ઠ પરિણતિને નામનિક્ષેપ કહેલ છે. આ પરિણતિ (= નામનિક્ષેપ) બે પ્રકારે છે -
(૧) યાવદ્ દ્રવ્યભાવિની પરિણતિ અર્થાત્ યાવદ્રવ્યભાવી નામનિક્ષેપ : (૨) અયાવદ્ દ્રવ્યભાવિની પરિણતિ અર્થાત્ અયાવદ્રવ્યભાવી નામનિક્ષેપ :
મેરુ વગેરે નામોની અપેક્ષાએ યાવદ્રવ્યભાવી નામનિક્ષેપ કહેવાય અને દેવદત્તાદિ નામોની અપેક્ષાએ અયાવદ્રવ્યભાવિ નામનિક્ષેપ કહેવાય.
શંકાઃ “યાવદ્રવ્યભાવિ' પદનો અર્થ “વસ્તુ ટકે ત્યાં સુધી ટકનાર' આવો થાય છે. જેમ મેરુનું નામ યાવદ્રવ્યભાવિ છે એ રીતે દેવદત્તાદિના નામો પણ યાવદ્રવ્યભાવિ છે કારણ કે દેવદત્તના મરણ સુધી તેનું નામ ટકે છે અને મરણ પછી તો જ્યારે વસ્તુ જ વિદ્યમાન નથી ત્યારે તેનું નામ વિદ્યમાન ન હોય તો પણ કોઈ વાંધો નથી. માટે દેવદત્તાદિ નામો પણ યાવદ્રવ્યભાવિ કેમ ન કહેવાય ?
સમા. : દેવદત્તાદિનું તો (દીક્ષાદિ થવાથી અથવા બીજા કોઈ પણ કારણથી) નામાંતર પણ થઈ શકે છે માટે દેવદત્તાદિ નામોને યાવદ્રવ્યભાવિ ન કહેવાય.
શંકા : એ રીતે તો કદાચ કોઈ મેરુ પર્વતાદિનું પણ નામાંતર કરી દેશે તો એ રીતે તો મેરુ વગેરે નામો ય યાવદ્રવ્યભાવિ નહિ રહે.
સમા. ના, એવું નથી, “એ” વગેરેનું કોઈ નામાંતર કરે તો જુનું નામ તો ઉભું જ રહેવાનું, ઉપરાંતમાં થયેલી નવી સંજ્ઞા પણ પ્રવર્તમાન થશે. વળી, ઐરાવત, મહાવિદેહાદિ અન્ય ક્ષેત્રોમાં પણ “મેરુ' નામનો વ્યવહાર થયા જ કરવાનો. માટે મેર આદિ નામો યાવદ્રવ્યભાવિ છે અને દેવદત્તાદિ નામો અયાવદ્રવ્યભાવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org