SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નયપરિચ્છેદ ૧૭૯ सामान्यादत्यन्तभिन्नस्वरूपान्, आदिपदान्नित्यत्वानित्यत्वादेर्ग्रहणं, तथाविधानामनेकधर्माणां धर्मिण्युपनयने परत प्रवणः अध्यवसायोऽभिप्रायो नैगम इत्यर्थः । ननु सामान्यविशेषाधुभयधर्मावगाहित्वं हि प्रमाणत्वव्याप्यं अतः तदवगाहिनि नैगमे प्रमाणत्वं स्यादिति चेत्, न, स्यादेवम् यदि शबलतदभ्युपगमो विवक्ष्यते, न ગ્રહણ દ્રવ્યાર્થિક નયમાં પણ અખંડિત રહે છે. આ જ રીતે પર્યાયાર્થિક નયમાં પણ ગૌણરૂપે દ્રવ્યનું ગ્રહણ અખંડિત રહે છે કારણ કે પ્રધાનરૂપે પર્યાયનું જ ગ્રહણ કરનાર, અર્થાત્ પ્રધાનરૂપે દ્રવ્યનું ગ્રહણ નહીં કરનારા નયને જ પર્યાયાર્થિક કહ્યો છે.) આ રીતે નયના સામાન્ય લક્ષણની તમે બતાવેલી અવ્યાપ્તિનું નિરાકરણ થઈ જાય છે. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ઉત્તરભેદો જણાવે છે - નૈગમ, સંગ્રહ એન વ્યવહાર એ ત્રણ દ્રવ્યાર્થિક નયો છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત એ ચાર પર્યાયાર્થિક નન્યો છે. ઋજુસૂત્ર દ્રવ્યાર્થિકનો જ ભેદ છે એવો શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણનો મત છે. કે હજુસૂવનય વિશે બે મત છે ઋજુસૂત્રનો પર્યાયાર્થિકમાં સમાવેશ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજના મત પ્રમાણે કરેલ છે. તેઓનું મન્તવ્ય આવું છે : ઋજુસૂત્ર અતીત-અનાગતકાલવર્તિ કોઈ વસ્તુને માનતો નતી. તદુપરાંત વર્તમાનકાલવતિ એવી પણ પરકીય વસ્તુને માનતો નથી. માત્ર વર્તમાનકાલવર્તિ સ્વકીય વસ્તુને જ માને છે તેથી ઋજુસૂત્રને પર્યાયગ્રાહી નય માનવો જ ઉચિત છે કારણ કે દ્રવ્યાર્થિકનય તો ત્રિકાલવર્તી સર્વ વસ્તુઓને માને છે જયારે ઋજુસૂત્રમાં એવું નથી માટે તે પર્યાયાર્થિક નય છે. હવે શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણના મતનો વિચાર કરીએ. આગમસૂત્ર શ્રીઅનુયોગદ્વાર સૂત્રમાં દ્રવ્યાવશ્યકની પ્રરૂપણામાં “નૈગમાદિ નયોના મતે કેટલા દ્રવ્યાવશ્યક છે ?' એ વાત કરાઈ છે તેમાં ‘૩નુસુમસ્ત ને અણુવત્તે ઈi વ્યાવસૂર્ય, પુહુરં છિ આવો પાઠ આવે છે. ઋજુસૂત્ર અતીતઅનાગત-પરકીય વસ્તુ માનતો નથી. માત્ર વર્તમાનકાલવર્તિ અને એમાં પણ સ્વકીય વસ્તુ જ માને છે તેથી ઋજુસૂત્ર (નગમનયની જેમ પૃથપૃથફ અનેક દ્રવ્યાવશ્યક ન માનતા) ઉપયોગરહિત એવા દેવદત્તાદિ એ આગમત: એક દ્રવ્યાવશ્યક છે એમ માને છે. (પરકીય વસ્તુ માનતો ન હોવાથી અનુપયુક્ત બીજા યજ્ઞદત્તાદિને તે દ્રવ્યાવશ્યક માનતો નથી) આ સૂત્ર પ્રમાણે ઋજુસૂત્રને પણ દ્રવ્યાવશ્યક માન્ય છે તેથી તેને દ્રવ્યાર્થિકનય જ કહેવાય. જયારે આવું સૂત્ર મળતું હોય ત્યારે ઋજુસૂત્ર દ્રવ્યને માનતો નથી એવું કહેવાથી ઉક્ત સૂત્રનો વિરોધ આવે. જો કે અહીં આવી શંકા થઈ શકે છે કે : “શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજના મતે ઋજુસૂત્ર નય પર્યાયગ્રાહી હોવાથી તે મતે ઋજુસૂત્ર નયમાં દ્રવ્યાવશ્યક ઘટશે નહીં તેથી અનુયોગદ્વારના ઉક્ત સૂત્રનો આ મતમાં વિરોધ આવશે. પરંતુ આ વિરોધનો પરિહાર ક્યાંક આ રીતે કરાયો છે. ‘જુવો ઢબ્બે' સૂત્ર પ્રમાણે વર્તમાન આવશ્યક પર્યાયમાં જે અનુપયોગ અંશ છે તેના આધારે તે આવશ્યકમાં દ્રવ્યત્વનો આરોપ (ઉપચાર) કરાય છે. વાસ્તવિક દ્રવ્યત્વ તો ઋજુસૂત્રમાં છે જ નહિ. ઔપચારિક દ્રવ્યત્વ સ્વીકારવા છતાં તેના પર્યાયાર્થિકત્વની હાનિ થતી નથી કારણ કે પર્યાયાર્થિકનય તો १. ऋजुसूत्रस्य एकः अनुपयुक्तः एकं द्रव्यावश्यकं, पृथक्त्वं नेच्छति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy