SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નયપરિચ્છેદ ૧૭૭ माणमिति । ते च द्विधा-द्रव्यार्थिकपर्यायार्थिकभेदात् । तत्र प्राधान्येन द्रव्यमात्रग्राही नयत्वरोधात् । अतो 'विशेष'पदोपादानम्, ततश्च नयत्वेनाभिप्रेता अध्यवसाया एव गृह्यन्ते न सर्वेऽपीति सूक्तं नयलक्षणम् । ___ ननु अनन्तधर्मात्मकस्य वस्तुनः स्वाभिप्रेतांशग्राहकः खलु नय उच्यते स च कथं सम्यग्ज्ञानरूपः स्यात् ? अत्यल्पांशस्यैव ग्राहकतया बहुतरांशाग्राहकत्वादिति चेत्, अहो वैदुष्यं ? इत्थं हि प्रेर्यमाणे न केवलज्ञानातिरिक्तं किञ्चन सम्यग्ज्ञानतया प्रसिद्ध्येत, शेषज्ञानानां सावरणतया सकलांशग्राहकत्वाभावात् । अतः प्राधान्येन स्वाभिप्रेतांशग्राहकत्वेऽपि तदितरांशाप्रतिक्षेपेण गौणभावेन तदग्राहकत्वमपि उपपद्यत एवेति અધ્યવસાય પછી ‘વિશેષ પદ લગાડવાનું પ્રયોજન એ છે કે પ્રમાણપરિચ્છિન્ની વસ્તુન વિશગ્રાપ્તિ તદ્ધિતરશાતિક્ષેપિત અધ્યવસાય નયા' એટલું જ જો મૂકે તો અપાય ધારણારૂપ પ્રત્યક્ષ પ્રમાણમાં અતિવ્યાપ્તિ આવે. જે અપાયથી ઘટાદિમાં રૂપનું જ્ઞાન થાય અને રસાદિનો અપ્રતિક્ષેપ થાય તે રૂપાદિનું અપાયજ્ઞાન પણ પ્રમાણપરિચ્છિન્ન અનંતધર્માત્મક વસ્તુના એકદેશગ્રાહી તદિતરાંશઅપ્રતિક્ષેપી અધ્યવસાયરૂપ બને છે. પરંતુ ત્યાં લક્ષણ જાય તે ઈષ્ટ નથી કારણ કે અપાય તો પ્રમાણરૂપ છે માટે વિશેષ પદ મૂક્યું છે. હવે આ દોષ નહીં આવે. અધ્યવસાયવિશેષને જ નય કહેવાથી ફલિત થાય છે કે બધા અધ્યવસાયોમાં નયત્વ વિવક્ષિત નથી પરંતુ અમુક ચોક્કસ અધ્યવસાયોમાં જ તે નયત્વ વિવક્ષિત છે. અપાયાદિ પ્રમાણરૂપ અધ્યવસાયો નયરૂપ નથી તેથી તેનું વિશેષપદથી ગ્રહણ નહીં થાય. આ પ્રમાણે પ્રમાણસિંદ્ધ અનંતધર્માત્મક વસ્તુના એકદેશનું ગ્રહણ કરનાર અને ઈતરાંશનો પ્રતિક્ષેપ નહીં કરનારા અધ્યવસાયવિશેષને નય કહેવાય છે એવું નયનું સામાન્ય લક્ષણ સિદ્ધ થયું. શંકા : વસ્તુ અનંતધર્માત્મક છે અને નય તો વસ્તુના કોઈ એકાદ વિવક્ષિત ધર્મનું જ ગ્રહણ કરે છે તો આવા અધૂરા જ્ઞાનને સમ્યજ્ઞાન શી રીતે કહેવાય ? સમા : વસ્તુના સર્વધર્મોને ગ્રહણ કરનારા જ્ઞાનને જ જો સમ્યજ્ઞાન કહેશો તો પછી કેવળજ્ઞાન સિવાયના કોઈ જ્ઞાનને તમે સમ્યજ્ઞાન કહી નહીં શકો. વસ્તુતઃ અનંતધર્માત્મક વસ્તુના કોઈ એકાદ વિવક્ષિત અંશનું જ ગ્રહણ કરવા છતા પણ નય તે વસ્તુના ઈતરાંશોનો નિષેધ કરતો નથી પણ ગૌણભાવે સ્વીકાર કરે છે. તેથી વિવક્ષિત અંશનું પ્રધાનભાવે અને ઈતરાંશોનો નિષેધ નહીં કરવારૂપ ગૌણભાવે સ્વીકાર કરનાર હોવાથી નયમાં પણ પ્રધાન-ગૌણભાવે વસ્તુના સર્વધર્મોનો સ્વીકાર આવી જતો હોવાથી નયને સમ્યજ્ઞાન કહેવામાં કોઈ બાધ નથી. શંકા : પ્રમાણમાં જેમ વસ્તુનું સત્યરૂપે ગ્રહણ થાય છે અને નયમાં પણ તેમ જ થતું હોય તો પછી પ્રમાણ અને નયમાં ભેદ શું રહ્યો ? કારણ કે સત્યરૂપે ગ્રહણ કરવાનો સ્વભાવ તો બન્નેમાં સમાન છે. સમય : સત્યરૂપે ગ્રહણ કરવાનો સ્વભાવ તો બન્નેમાં સમાન હોવા છતાં પણ પ્રમાણ વસ્તુનું સત્યરૂપે ગ્રહણ કરે છે ત્યારે નય વસ્તુના અમુક અંશનું જ સત્યરૂપે ગ્રહણ કરે છે. તેથી નય એ તો એક દેશ છે માટે પ્રમાણથી તેનો ભેદ પડે છે. આ જ વાતને ગ્રન્થકારશ્રી દૃષ્ટાંતથી સમજાવે છે. જેમ સમુદ્રનો એકદેશ એ સમુદ્ર પણ નથી અને અસમુદ્ર પણ નથી. એક બિન્દુને જ જો સમુદ્ર કહે તો શેષ બિન્દુઓ અસમુદ્ર બની જાય અને પ્રત્યેક બિન્દુને સમુદ્ર કહે તો એક સમુદ્ર પણ ક્રોડો સમુદ્રાત્મક બની જવાની समा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy