________________
પ્રમાણપરિચ્છેદ
૧૭૩
અને ગુણોથી ભિન્ન છે. જો આવું ન માનો તો ઘટ અને પટના ગુણોમાં પણ અભેદ માનવાની આપત્તિ આવે. (બે ભિન્ન ગુણીમાં રહેલા ગુણો જો ભિન્ન છે તો તેઓના ગુણીના દેશો પણ ભિન્ન દેખાય છે. તેમ અહીં ગુણો પરસ્પર ભિન્ન હોવાથી તેઓના ગુણીનો દેશ પણ ભિન્ન માનવો જોઈએ. અથવા, દરેક ગુણોના ગુણી ભિન્ન ભિન્ન છે. આ ભિન્ન ભિન્ન ગુણીઓ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા છે માટે તે તે ગુણીમાં રહેલા ગુણો પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ઉપલબ્ધ થશે. અર્થાત્, ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેશે.)
(૭) સંસર્ગ : પ્રત્યેક સંસર્ગીના સંસર્ગ જુદા જુદા છે. એક જ સંસર્ગથી જુદા જુદા ગુણો પોતાના આશ્રયમાં રહી શકે નહીં. (દા.ત. ચૈત્ર જયારે “દંડ ગ્રહણ કરે ત્યારે તેને દંડનો સંસર્ગ થાય છે અને પોતે દંડી' પર્યાયને પામે છે. જયારે તે દંડ છોડીને છત્ર ધારણ કરે ત્યારે દંડ પણ હાજર છે અને પોતે પણ હાજર છે છતાં ય દંડનો સંસર્ગ નષ્ટ થાય છે માટે “દંડી' પર્યાય પણ વિલીન થઈ જાય છે. છત્રનો સંસર્ગ ઉત્પન્ન થાય છે, માટે ‘છત્રી' પર્યાયને પામે છે. આ દષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ જણાય છે કે દંડ અને દંડવાળા ચૈત્ર વચ્ચે જે સંસર્ગ હતો તે છત્ર અને છત્રવાળા ચૈત્ર વચ્ચે નથી. આ રીતે દરેક ગુણોનો સ્વગુણી સાથેનો સંસર્ગ અલગ અલગ છે. આમ સંસર્ગ ભેદથી સંસર્ગી (ગુણો) અને ગુણીમાં ભેદ છે એમ સિદ્ધ થાય છે. (૮) શબ્દ : પ્રત્યેક શબ્દનો વિષય (
વાર્થ) અલગ અલગ હોય છે. એક શબ્દથી એક જ વસ્તુ અને તેનો કોઈ એક જ પર્યાય જણાઈ શકે. “ઘટ’ શબ્દ કંબુગ્રીવાદિમાન્ આકારવાળી એક જ વસ્તુ અને તેના ઘટ અવસ્થારૂપ પર્યાયને જણાવી શકે અન્યને નહીં. જો એક શબ્દ બધા પર્યાયો જણાવી શકતો હોય તો (૧) અન્ય પર્યાયોને જણાવવા માટે વપરાતા બીજા શબ્દો વ્યર્થ થવાની આપત્તિ આવશે. તથા (૨) એક જ શબ્દ સાંભળવાથી રૈલોક્યવર્તી સર્વવસ્તુઓના સર્વ પર્યાયો જણાઈ જવાની આપત્તિ આવશે, તથા (૩) તે શબ્દથી વક્તાને કઈ વસ્તુ અને તેનો કયો પર્યાય અભિપ્રેત છે તે નિશ્ચિત થઈ ન શકે અર્થાત્, વક્તાનું તાત્પર્ય સમજી ન શકવાની આપત્તિ આવે. (૪) વક્તાનું તાત્પર્ય સમજી ન શકવાથી તદનુરૂપ પ્રવૃત્તિ પણ નહીં થાય. આ રીતે ઢગલાબંધ આપત્તિઓ આવતી હોવાથી એક શબ્દ સર્વપર્યાયોનો બોધ કરાવી શકે તે સંગત નથી. તેથી સિદ્ધ થાય છે કે દરેક પર્યાયોના વાચક શબ્દો પણ જુદા જુદા છે. આ રીતે શબ્દની અપેક્ષાએ પણ ગુણોમાં ભેદ છે. આમ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કાલાદિ આઠ દ્વારા સર્વગુણો વચ્ચે અભેદ સિદ્ધ થાય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ કાલાદિ આઠ દ્વારા સર્વગુણો વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. આમ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ એકવસ્તુ અનંતગુણોની કાલાદિ આઠ દ્વારા અમેદવૃત્તિ પારમાર્થિક રીતે અસંભવિત છે. તેથી તે વખતે કાલાદિ આઠ દ્વારા અભેદનો ઉપચાર કરવામાં આવે છે. આ જ રીતે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કાલાદિ આઠ દ્વારા સર્વગુણો વચ્ચે ઉપચાર કરવામાં આવે છે. આ જ રીતે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કાલાદિ આઠ દ્વારા સર્વગુણો વચ્ચે ભેદવૃત્તિ પારમાર્થિક રીતે અસંભવિત છે માટે તે વખતે કાલાદિ આઠ દ્વારા ભેદનો ઉપચાર કરવામાં આવે છે. (ટૂંકમાં - પ્રમાણથી અનંતધર્મોથી યુકત રૂપે જ્ઞાત થયેલી વસ્તુનું અભેદવૃત્તિ કે અભેદ ઉપચાર દ્વારા એક સાથે અભિધાન કરતું વચન “સકલાદેશ કહેવાય છે અને તે “પ્રમાણવાક્ય' તરીકે પણ ઓળખાય છે. નયના વિષય બનતા ભેદવૃત્તિ કે ભેદોપચારથી ક્રમશઃ વિધાન કરતું વચન ‘વિકલાદેશ' કહેવાય છે. તેને “નયવાક્ય' પણ કહેવાય છે.
इति प्रमाणपरिच्छेदः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org