________________
૧૬૬
જૈન તર્કભાષા स्यादवक्तव्यमेवेति विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति । ___ सेयं सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च । तत्र प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद्वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः । नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद्वा क्रमेणाभिधायकं वाक्यं विकलादेशः । ननु कः क्रमः, किं वा यौगपद्यम् ?। उच्यते-यदास्तित्वादिधर्माणां कालादिभिर्भेदविवक्षा तदेकशब्दस्यानेकार्थप्रत्यायने शक्त्यभावात् क्रमः । यदा तु तेषामेव જ રહ્યા હોય છે. માત્ર બોલવામાં ગૌણ મુખ્ય ભાવ આવે. આવા પ્રતિપાદનની અપેક્ષાએ આવતા ગૌણમુખ્યભાવની જ અહીં વાત છે, એટલે કે એક જ વસ્તુમાં એક સાથે બે વિરોધી ધર્મોનું ગૌણમુખ્યરૂપે પ્રતિપાદન શક્ય નથી. માટે વસ્તુ આ અપેક્ષાએ અવાચ્ય બની ગઈ.
શંકા : વ્યાકરણમાં શg (પરમૈપદમાં) અને શાન (આત્મપદમાં) આ બન્ને પ્રત્યયોને જણાવનાર ‘સત્' શબ્દ છે. એટલે કે સત્ સંજ્ઞા બોલવાથી બન્ને પ્રત્યયો ઉપસ્થિત થાય. આ રીતે કોઈ વિશેષ સંકેત કરેલા પદ દ્વારા સત્ત્વ-અસત્ત્વ બન્ને જણાઈ શકે છે ને ?
સમા. : સંકેતિત “સ” શબ્દ દ્વારા શત્રુ અને શનિ પ્રત્યય બન્ને જણાય છે ખરા. પરંતુ બન્ને ક્રમશઃ જ જણાય છે. સંકેતિત પદ દ્વારા પણ ક્રમશઃ જ બે પદાર્થો જણાઈ શકે છે.
શંકાઃ સત્ત્વ-અસત્ત્વ બેમાંથી એક આવું જણાવવા માટે “અન્યતર' પદ વપરાય. તેથી “અન્યતરત્વ ધર્મ સત્ત્વ-અસત્ત્વ બન્નેમાં રહેનારો છે. તેથી અન્યતર શબ્દથી સત્ત્વ-અસત્ત્વ ઉભયનો યુગપદ્ બોધ શક્ય છે.
સમા. : “અન્યતર' પદથી સત્ત્વ-અસત્ત્વ બન્નેનો કંઈક અંશે યુગપદ્ બોધ થઈ શકે છે પરંતુ પ્રાતિસ્વિક રૂપે (= પ્રત્યેકમાં રહેલા અસાધારણ સ્વરૂપથી) બન્નેનો યુગપદ્ બોધ થવો અશક્ય છે. અસત્ત્વનું અસત્ત્વવેન અને સત્ત્વનું સત્ત્વત્વેન જ્ઞાન થયું તે પ્રાતિસ્વિક રીતે જ્ઞાન થયું કહેવાય. એ રીતે તો બન્નેનું યુગપદ્ જ્ઞાન થવું અશક્ય છે. અન્યતરત્વેન બન્નેનું યુગપદ્ જ્ઞાન થાય તે અંશતઃ = સામાન્યરૂપે થાય છે. પ્રસ્તુતમાં ચોથા ભાંગામાં વસ્તુને જે કથંચિત્ અવક્તવ્ય કહી છે તે પ્રાતિસ્વિકરૂપે સત્તાસત્ત્વ ઉભયનું યુગપદ્ જ્ઞાન વસ્તુમાં થવું શક્ય નથી એ અપેક્ષાએ સમજવું.
(૫) ચાદવ ચાવવ્યમેવઃ વસ્તુમાં વિધિની અને યુગપદ્ વિધિનિષેધની કલ્પના કરીએ તો વસ્તુ કથંચિત્ સત્ છે અને કથંચિત્ અવક્તવ્ય જ છે. આ પાંચમો ભાંગો છે.
(૬) ચીત્રાન્ચેવ વવવ્યમેવ : વસ્તુમાં નિષેધની અને યુગપત્ વિધિનિષેધની કલ્પના કરી વસ્તુ કથંચિત્ નથી જ અને કથંચિત્ અવક્તવ્ય જ છે. આ છઠ્ઠો ભાંગો છે.
(૭) સાવચેa Dાત્રચૈિવ વિચમેવ: વસ્તુમાં ક્રમિક વિધિનિષેધની અને યુગપદ્ વિધિનિષેધની કલ્પના કરીએ તો વસ્તુ કથંચિત્ સત્ જ છે, કથંચિત્ નથી જ અને કથંચિત્ અવક્તવ્ય જ છે. આ સાતમો
ભાંગો છે.
તાત્પર્ય : છેલ્લા ત્રણે ભાંગો સાંયોગિક છે. પહેલા ભાંગામાં સત્ત્વનું અને બીજા ભાંગામાં અસત્ત્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org