SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જૈન તર્કભાષા तदान्यतरासिद्धत्वेनैव निगृह्यते । तथा, स्वयमनभ्युपगतोऽपि परस्य सिद्ध इत्येतावतैवोपन्यस्तो हेतुरन्यतरासिद्धो निग्रहाधिकरणम्, यथा साङ्ख्यस्य जैनं प्रति 'अचेतना: सुखादय उत्पत्तिमत्त्वाद् ધટવ રૂતિ | साध्यविपरीतव्याप्तो विरुद्धः । यथा अपरिणामी शब्द: कृतकत्वादिति । कृतकत्वं લડાઈ ચાલુ રાખવાના પ્રયત્ન જેવું છે. માટે અન્યતરાસિદ્ધ હેતુને હેત્વાભાસ કહેવો વ્યાજબી નથી. ઉત્તરપક્ષ : વાદી જયારે એવું ચોક્કસપણે જાણતો પણ હોય કે પોતે પ્રયુક્ત કરેલ હેતુ સદ્ધતુ જ છે છતાં ય પ્રતિવાદીએ તે હેતુને “અસિદ્ધ' જાહેર કર્યા પછી તે હેતુને સિદ્ધ કરી આપતી દલીલો યાદ ન આવવાથી કે એવા અન્ય કોઈ પણ કારણથી વાદી જો પ્રતિવાદીને પ્રશ્નકર્તાઓને તે હેતુની પ્રમાસિદ્ધતા સમજાવી ન શકે અને બીજી બાજુ સ્વપ્રયુક્ત હેતુને અસિદ્ધ તરીકે સ્વીકારવા ય તૈયાર ન થાય ત્યારે અન્યતરાસિદ્ધ હેત્વાભાસનો પ્રયોગ કર્યો હોવારૂપ' નિગ્રહસ્થાનથી તે વાદી નિગૃહીત થાય છે. આ ઉપરાંત, બીજી રીતે પણ અન્યતરાસિદ્ધ હેતુ નિગ્રહસ્થાન બની શકે છે. પોતાને અસિદ્ધ એવો પણ હેતુ જો બીજાને માટે સિદ્ધ હોય એટલા માત્રથી તેની સામે વાદી સ્વ-અસંમત હેતુનો પણ પ્રયોગ કરી બેસે ત્યારે પણ “અન્યતરાસિદ્ધ હેત્વાભાસપ્રયોગ” રૂપ નિગ્રહસ્થાનથી તે નિગૃહીત થાય છે. જેમ કે જૈનો સામે સુખાદિમાં અચેતનત્વની સિદ્ધિ કરવા માટે સાંખ્યો “ઉત્પત્તિમત્ત્વાત્હેતુનો પ્રયોગ કરે તો ત્યાં જૈનો તો સુખાદિમાં ઉત્પત્તિમત્ત્વ માને જ છે તેથી તેમને માટે તો આ હેતુ સિદ્ધ જ છે. પરંતુ સાંખ્યો સત્કાર્યવાદી હોવાથી કોઈ પણ પદાર્થમાં ઉત્પત્તિમત્ત્વ માનતા નથી માટે વાદીએ પોતાને અસિદ્ધ હોય તેવા હેતુનો. પ્રયોગ કર્યો હોવાથી હેતુ અન્યતરાસિદ્ધ બને છે. આવા હેત્વાભાસનો પ્રયોગ કરવાથી વાદી નિગ્રહસ્થાનને પ્રાપ્ત કરે છે. આ રીતે અન્યતરાસિદ્ધ હેતુને પણ હેત્વાભાસ કહેવો યુક્તિયુક્ત જ છે. * વિરુદ્ધહેત્વાભાસનું નિરૂપણ સાધ્યથી વિપરીત વસ્તુને જે હેતુ વ્યાપ્ત હોય તે વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય. દા.ત. ““શબ્દ અપરિણામી છે, કારણ કે તે કૃતક (કરાયેલો) છે.” અહીં કૃતકત્વને અપરિણામિત્વની સાથે વ્યાપ્તિ નથી, કિન્તુ અપરિણામિત્વને વિરુદ્ધ એવા પરિણામિત્વ સાથે જ વ્યક્તિ છે. તેથી આ હેતુ સ્વસાધ્ય અપરિણામિત્વની સિદ્ધિ કરી આપવાને બદલે સાધ્યવિપરીત એવા પરિણામિત્વધર્મની જ સિદ્ધિ કરી આપશે માટે તેને વિરુદ્ધ હત્વાભાસ કહેવાય છે. વાદી વતી લડત વકીલ પ્રતિવાદીની દલીલો કરવા માંડે એના જેવો આ હેત્વાભાસ કહી શકાય. ૯ અનેકન્તિક (વ્યભિચારી) હેત્વાભાસનું નિરૂપણ * હવે ક્રમપ્રાપ્ત અનૈકાન્તિક હેત્વાભાસનું નિરૂપણ કરે છે. સૌપ્રથમ તેનું લક્ષણ જણાવે છે. જે હેતુની અન્યથાઅનુપપત્તિ વિશે સંદેહ હોય (એટલે કે નિર્ણય ન હોય) તેવા હેતુને અનૈકાન્તિક કહેવાય છે. તેના બે ભેદ છે. (૧) નિર્ણતવિપક્ષવૃત્તિક : નિશ્ચિત સાધ્યાભાવવાનુમાં (= વિપક્ષમાં) હેતુ રહેલો છે એવો નિર્ણય જે હેતુ વિશે થયેલો હોય છે. દા.ત. “શબ્દ નિત્ય છે, કારણ કે તે પ્રમેય છે' પ્રમેયત્વ જેમ સપક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy