________________
૧૫૪
જૈન તર્કભાષા
नन्वन्यतरासिद्धो हेत्वाभास एव नास्ति, तथाहि-परेणासिद्ध इत्युद्भाविते यदि वादी न तत्साधकं प्रमाणमाचक्षीत, तदा प्रमाणाभावादुभयोरप्यसिद्धः । अथाचक्षीत तदा प्रमाणस्यापक्षपातित्वादुभयोरपि सिद्धः । अथ यावन्न परं प्रति प्रमाणेन प्रसाध्यते, तावत्तं प्रत्यसिद्ध इति चेत्, गौणं तद्यसिद्धत्वम्, न हि रत्नादिपदार्थस्तत्त्वतोऽप्रतीयमानस्तावन्तमपि कालं
निग्रहान्तत्वाद्वादस्येति - प्रतिज्ञाविरोधप्रतिज्ञासंन्यासादिद्वाविंशतिनिग्रहस्थानानां मध्ये हेत्वाभासस्यापि निग्रहस्थानत्वेन परिगणनात्, तदवाप्तितो वादी निगृहीतो भवति, अतस्तत्परिहारार्थं न तत्र प्रमाणोपन्यासं कर्तुमर्हति, निग्रहान्तत्वाद्वादस्य, अन्यथा परापरविचारधाराप्रवृत्तितोऽनवस्थानात् कथान्तमेव न कोऽपि गच्छेदिति जयपराजयव्यवस्थैवोच्छिद्येत । उत्तरयति 'अत्रोच्यते' इत्यादिना - अयम्भावः यदि च वादी स्वोपन्यस्तहेतोः सम्यग्घेतुत्वं जानानः सन्, प्रतिवादिना स्वाऽऽगमासिद्धतयाऽस्वीकृतस्यापि तस्य हेतोः વિશે સંશય હોય, અથવા ક્યાંક તેના સ્વરૂપ વિશે વિપર્યય થયેલો હોય. આ ત્રણમાંથી કોઈ પણ કારણે હેતુના સ્વરૂપની અપ્રતીતિ હોઈ શકે છે. આ અસિદ્ધ હેત્વાભાસના બે ભેદ છે. (૧) ઉભયાસિદ્ધ ઃ જે હેતુ વાદી-પ્રતિવાદી બન્નેને અસિદ્ધ હોય તેવો હેતુ. દા.ત. શબ્દ પરિણામી છે કારણ કે તે ચાક્ષુષપ્રત્યક્ષનો વિષય બને છે. શબ્દ શ્રાવ્ય હોવાથી તેમાં ચાક્ષુષત્વ વાદી-પ્રતિવાદી બન્નેને અસિદ્ધ છે. (૨) અન્યતરાસિદ્ધઃ વાદીપ્રતિવાદી બેમાંથી કોઈ પણ એકને અસિદ્ધ હોય તેવો હેતુ. દા.ત. વૃક્ષો અચેતન છે કારણ કે જ્ઞાનનિરોધ, ઈન્દ્રિયનિરોધ અને આયુષ્યનિરોધરૂપ મરણથી તેઓ રહિત છે. બૌદ્ધો જૈનોની સામે આવો અનુમાન પ્રયોગ કરે તો જૈનોને (પ્રતિવાદીને) આ હેતુ અસિદ્ધ બની જાય કારણ કે જૈનો તો વૃક્ષાદિરૂપ વનસ્પતિને પણ એકેન્દ્રિય જીવરૂપ માને છે તેથી વૃક્ષાદિમાં જ્ઞાન-ઈન્દ્રિય-આયુષ્ય નિરોધ (પૂર્ણાહૂતિ) રૂપ મરણને માને છે. આ પ્રતિવાદી અસિદ્ધ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ બતાવ્યો. હવે વાદી અસિદ્ધ અન્યતરાસિદ્ધ હેત્વાભાસનું ઉદાહરણ આપે છે. દા.ત. “સુખાદિ અચેતન છે કારણ કે તે ઉત્પન્ન થાય છે.” સાંખ્યો જૈનોની સામે આવો અનુમાન પ્રયોગ કરે તો આ હેતુ સાંખ્યોને (=વાદીને) જ અસિદ્ધ છે કારણ કે સાંખ્યો તો સત્કાર્યવાદી છે. તેમના મતે તો કોઈ વસ્તુના ઉત્પત્તિ કે નાશ થતા જ નથી. દરેક વસ્તુ પોતપોતાના કારણમાં રહેલી જ હોય છે. માત્ર આવિર્ભાવ-તિરોભાવ થાય છે. આમ, “ઉત્પત્તિમત્ત્વ' હેતુ સાંખ્યોને જ અસિદ્ધ હોવાથી વાદી અસિદ્ધ અન્યતરાસિદ્ધ કહેવાય. આનો ફલિતાર્થ એ થયો કે હેતુ ઉભયસિદ્ધ જ હોવો જોઈએ.
* અન્યતરસિદ્ધમાં હેત્વાભાસતાની સિદ્ધિ પૂર્વપક્ષ : અરે ! અન્યતરાસિદ્ધ હેતુને તે વળી કાંઈ હેત્વાભાસ કહેવાતો હશે ! તે હેત્વાભાસ બની શકે તેમ જ નથી. પ્રતિવાદી હેતુને અસિદ્ધ જાહેર કરે અને તે વખતે વાદી તે હેતુને સિદ્ધ કરતું પ્રમાણ ન આપી શકે તો પ્રમાણાભાવ કારણે હેતુ ઉભયાસિદ્ધ જ બની જશે (અન્યતરાસિદ્ધ રહેશે જ નહીં) અને, પ્રતિવાદીએ હેતુને અસિદ્ધ જાહેર કર્યા બાદ વાદી હેતુને સિદ્ધ કરતું સચોટ પ્રમાણ રજુ કરે તો તો પછી જે વસ્તુ પ્રમાણસિદ્ધ હોય તે વસ્તુને સ્વીકારવી જ રહી કારણ કે પ્રમાણ કોઈના પક્ષમાં બેસતું નથી. વ્યક્તિએ જ પ્રમાણના પક્ષે રહેવું જોઈએ. તેથી તે હેતુ ઉભયને સિદ્ધ જ થઈ જશે. હવે તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org