SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા अत्रानेकान्तः प्रतिषेध्यस्यैकान्तस्य स्वभावतो विरुद्धः । तत्त्वसन्देहश्च प्रतिषेध्यतत्त्वनिश्चयविरुद्ध तदनिश्चयव्याप्यः । वदनविकारादिश्च क्रोधोपशमविरुद्धतदनुपशमकार्यम् । रागाद्यकलङ्कितज्ञानकलितत्वं चासत्यविरुद्धसत्यकारणम् । रोहिण्युद्गमश्च पुष्यतारोद्गमविरुद्धमृगशीर्षोदयपूर्वचरः । पूर्वफल्गुन्युदयश्च मृगशीर्षोदयविरुद्धमघोदयोत्तरचरः । सम्यग्दर्शनं च मिथ्याज्ञानविरुद्धसम्यज्ञानसहचरमिति । ૧૫૦ નથી, કારણ કે અનેકાન્તની ઉપલબ્ધિ (સર્વત્ર) થાય છે. અહીં અનેકાન્ત, પ્રતિષેધ્ય એવા એકાન્તને માટે સ્વભાવથી વિરુદ્ધ છે તેથી અનેકાન્તની ઉપલબ્ધિ એ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ હેતુ બનીને સ્વસ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળા એકાન્તના અભાવનો અનુમાપક બને છે. (૨) પ્રતિષેધ્યવિરુદ્ધવ્યાપ્યોપલબ્ધિ ઃ પ્રતિષેધ્યથી વિરુદ્ધ પદાર્થના વ્યાપ્યની ઉપલબ્ધિ થાય ત્યારે તે પોતાના વ્યાપકની (પ્રતિષેધ્યના અભાવની) સિદ્ધિ કરી આપશે. દા.ત. ‘આને તત્ત્વનિર્ણય થયો નથી, કારણ કે તેને તત્ત્વમાં સંદેહ છે (એવું જણાય છે.)' અહીં પ્રતિષેધ્ય છે તત્ત્વનિર્ણય, તેને વિરુદ્ધ છે તત્ત્વાનિર્ણય, તેનો વ્યાપ્ય છે તત્ત્વસંદેહ. તત્ત્વસંદેહની ઉપલબ્ધિ અહીં હેતુ બનીને પોતાને વ્યાપક એવા તત્ત્વાનિર્ણયની અનુમિતિ કરાવશે. (૩) પ્રતિષવિરુદ્ધકાર્યોપલબ્ધિ હેતુ : પ્રતિષેધ્યથી વિરુદ્ધ જે હોય, તેના કાર્યની ઉપલબ્ધિ થાય ત્યારે તે પ્રતિષેધ્યના અભાવની સિદ્ધિ કરી આપશે. દા.ત. આને ક્રોધશાંતિ થઈ નથી, કારણ કે મુખ પર વિકૃતિ હજી જોવા મળે છે. અહીં પ્રતિષેધ્ય છે ક્રોધોપશમ, તેનાથી વિરુદ્ધ છે ક્રોધાનુપશમ, ક્રોધાનુપશમનું કાર્ય વદનવિકારાદિ ઉપલબ્ધ થાય છે. તેની ઉપલબ્ધિ હેતુ બનીને ક્રોધોપશમાભાવની અનુમાપક બને છે. (૪) પ્રતિષેધ્યવિરુદ્ધકારણોપલબ્ધિ હેતુ : પ્રતિષેધ્યથી વિરુદ્ધ જે પદાર્થ હોય તેના કારણની ઉપલબ્ધિ થાય ત્યારે તે પ્રતિષેધ્યના અભાવની સિદ્ધિ કરી આપશે. દા.ત. ‘આ અસત્ય વચન ન બોલે, કારણ કે તે રાગાદિથી અકલંકિત એવા જ્ઞાનથી યુક્ત છે.' અહીં પ્રતિષેધ્ય છે અસત્યવચન, તેનાથી વિરુદ્ધ છે સત્યવચન, સત્યવચનનું કારણ છે નિર્મળ જ્ઞાનયુક્તત્વ, તે ઉપલબ્ધ થાય છે. તેથી એ હેતુ અસત્યવચનાભાવનો અનુમાપક બને છે. (૫) પ્રતિષવિરુદ્ધપૂર્વચરોપલબ્ધિ હેતુઃ પ્રતિષધ્યથી વિરુદ્ધ જે પદાર્થ હોય, તેના પૂર્વચરની ઉપલબ્ધિ થાય ત્યારે તે પ્રતિષેધ્યના અભાવની સિદ્ધિ કરી આપશે. દા.ત. ‘મૂહૂર્તને અંતે પુષ્યતારાનો ઉદય નહીં થાય કારણ કે રોહિણીનો ઉદય થયેલો છે.' રોહિણીના ઉદય પછી એક મુહૂર્ત પછી મૃગશીર્ષ નક્ષત્રનો ઉદય થાય એવો નિયમ છે. અહીં પ્રતિષેધ્ય છે પુષ્યતારાનો ઉદય, તેનાથી વિરુદ્ધ મૃગશીર્ષોદય, તેનો પૂર્વચર છે રોહિણી ઉદય, તેની ઉપલબ્ધિ એ હેતુ બનીને પુષ્યતારા ઉદયાભાવનું અનુમાન કરાવે છે. (૬) પ્રતિષેધ્યવિરુદ્ધોત્તરચરોપલબ્ધિ હેતુ : પ્રતિષેધ્યથી વિરુદ્ધ જે પદાર્થ હોય તેના ઉત્તરચરની ઉપલબ્ધિ થાય ત્યારે તે પ્રતિષેધ્યના અભાવની સિદ્ધિ કરી આપશે. દા.ત. ‘એક મુહૂર્ત પૂર્વે મૃગશીર્ષનો ઉદય નહોતો, કારણ કે અત્યારે પૂર્વફાલ્ગુનિનો ઉદય છે. પૂર્વફાલ્ગુનિનો ઉદય, મઘાના ઉદય પછી થાય છે એવો નિયમ છે. અહીં પ્રતિષેધ્ય છે મૃગશીર્ષોદય, તેનાથી વિરુદ્ધ છે મધોદય, તેના ઉત્તરચર છે પૂર્વફાલ્ગુનિ ઉદય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy