________________
૧૪૬
જૈન તકભાષા स चायं द्विविधः - विधिरूपः प्रतिषेधल्पश्च । तत्र विधिल्पो द्विविधा-विधिसाधक:प्रतिषेधसाधकश्च । तत्राद्यः षोढा, तद्यथा-कश्चिद्व्याप्य एव, यथा शब्दोऽनित्यः प्रयत्ननान्तरीयकत्वादिति । यद्यपि व्याप्यो हेतुः सर्व एव, तथापि कार्याधनात्मकव्याप्यस्यात्र ग्रहणाभेदः, वृक्षः शिंशपाया इत्यादेरप्यत्रैवान्तर्भावः । कश्चित्कार्यरूपः, यथा पर्वतोऽयमग्निमान धूमवत्त्वान्यथानुपपत्तेरित्यत्र धूमः, धूमो ह्यग्नेः कार्यभूतः तदभावेऽनुपपद्यमानोऽग्निं गमयति ।
ननु कार्यं हि कारणनान्तरीयकतया कारणेन व्याप्तं भवेत् न तु कारणमपि कार्येण व्याप्तं, क्वचित् कारणसद्भावेऽपि कारणान्तराभावप्रयुक्तस्य प्रतिबन्धकसद्भावप्रयुक्तस्य वा कार्याभावस्य दर्शनात् । अत एव कार्यलिङ्गकमनुमानमनुमतं अनुमानत्रैविध्य इति कथं कारणं कार्यगमकं भवेदित्याशङ्कते 'ननु' इत्यादिना । પણ કહેવું જોઈએ.
(૫) દૃષ્ટાન્તકથન પછી ઉપનય ઘટાવી આપવા છતા પણ કોઈ અતિમન્દમતિને માટે કંઈક ખુટતું દેખાય તો છેવટે “તસ્મા પર્વતો વર્તમાન' એવું નિગમનવાક્ય (નિષ્કર્ષ) પણ શબ્દશઃ કહી દેવું.
કદાચ કોઈ શ્રોતા પક્ષ-હેતુ આદિના સ્વરૂપ અંગે વિપરીત માન્યતા ધરાવતો હોય તો તેના માટે પક્ષશુદ્ધિવચન, હેતુશુદ્ધિવચન વગેરે અન્ય પાંચ વાક્યો પણ કહેવા આવશ્યક છે. આ રીતે તો પરાર્થાનુમાનમાં હેતુના દશ અવયવો (વાક્યો) પણ સંભવે છે. (પક્ષાદિવચનની જેમ અવસરે પક્ષાદિની શુદ્ધિ પણ જણાવવાની કહી, તેમાં પક્ષાદિની શુદ્ધિ વિશે સ્યાદ્વાદ રત્નાકરના ૬ઠ્ઠા પરિચ્છેદમાં વિસ્તારથી નિરૂપણ કરાયું છે. વિશેષ જિજ્ઞાસુઓને તે સ્થળે જોઈ લેવા ભલામણ છે.)
* હેતુ વિભાગ : વિધિસાધક વિધિરૂપ હેતુના ૬ પ્રકર * હેતુનું સ્વરૂપ જણાવાઈ ગયું છે. હવે તેના પ્રકારો જણાવે છે. હેતુના મુખ્ય બે પ્રકાર છે. વિધિરૂપ અને પ્રતિષધરૂપ. વિધિરૂપ હેતુના પુનઃ બે પ્રકાર છે. વિધિસાધક એવા વિધિરૂપ હેતુ અને પ્રતિષેધસાધક એવા વિધિરૂપ હતુ. તેમાંથી જે વિધિસાધક છે તેના છ પ્રકાર છે. ગ્રન્થકાર તે દરેકને ઉદાહરણ સહિત જણાવે છે.
(૧) વ્યાપ્યહેતુઃ સ્વ-સાધ્ય(વ્યાપક)નો જે વ્યાપ્ય હોય છે. દા.ત. શબ્દ અનિત્ય છે, કારણ કે પ્રયત્નને અવિનાભાવી છે. અહીં પ્રયત્નનાન્તરીયકત્વ હેતુ અનિત્યત્વને વ્યાપ્ય છે.
શંકા. : જે બે ધર્મો વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ હોય તે બે ધર્મો વચ્ચે તો વ્યાતિગ્રહ થાય છે. દરેક હેતુ સાધ્યને વ્યાપ્ય તો હોય જ છે. તો અહીં નવું શું કીધું ?
સમા. દરેક હેતુ વ્યાપ્ય તો હોય જ છે છતાં પણ વ્યાપ્યહેતુ પછી આગળ કાર્યક્ષેતુ, કારણહેતુ વગેરે ભેદો જણાવાના છે તેથી ફલિત થાય છે કે અહીં “વ્યાપ્ય' શબ્દનો પ્રસિદ્ધ પારિભાષિક અર્થ ન લેવો પણ એવો અર્થ કરવો કે જે હેતુ કાર્ય, કારણાદિ વક્ષ્યમાણ સ્વરૂપનો ન હોવા છતાં વ્યાપ્ય હોય એવા હેતુનું જ અહીં વ્યાપ્યહેતુ તરીકે ગ્રહણ થાય છે એમ જાણવું. આને સ્વભાવહેતુ પણ કહેવાય છે. તેથી “આ વૃક્ષ છે, કારણ કે શિશપા (વૃક્ષવિશેષ) છે' ઇત્યાદિ હેતુઓનો પણ અહીં જ સમાવેશ થાય છે.
(૨) કાર્યક્ષેતુ : કેટલાક સ્થળે કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરાય છે. આવા સ્થળે કાર્ય પોતે હેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org