SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જૈન તર્કભાષા शेषादेव निर्णीतपक्षो दृष्टान्तस्मार्यप्रतिबन्धग्राहकप्रमाणस्मरणनिपुणोऽपरावयवाभ्यूहनसमर्थश्च भवति, तं प्रति हेतुरेव प्रयोज्य: । यस्य तु नाद्यापि पक्षनिर्णयः, तं प्रति पक्षोऽपि । यस्तु प्रतिबन्धग्राहिण: प्रमाणस्य न स्मरति, तं प्रति दृष्टान्तोऽपि । यस्तु दाान्तिके हेतुं योजयितुं न जानीते, तं प्रत्युपनयोऽपि । एवमपि साकाक्षं प्रति च निगमनम् । पक्षादिस्वरूपविप्रतिवयववादिनोऽपि सङ्गतिमिता । केवलमत्र प्रतिपाद्यापेक्षया तत्तत्पक्षाणामापेक्षिकस्वीकारः, अन्यैः पुनः सर्वथे-त्युपेक्षितास्त इति ध्येयम् । ये त्वतिमतिमान्द्यतोपलक्षिततया पक्षादिस्वरूपेऽपि विप्रतिपद्यमानास्तान् प्रति पक्षशुद्ध्यादिकमपि वाच्यमिति दशावयवो हेतुरुत्कृष्टतो फलितः । यदाहुः श्रीभद्रबाहुस्वामिपूज्यपादाः ‘कत्थइ पंचावयवं दसहा वा सव्वहा ण पडिकुटुंति (दशवै.नि.५०) । तत्र प्रतीतसाध्यधर्मविशेषणत्वादिपक्षदोषपरिहारादिः पक्षशुद्धिः । अभिधास्यमानासिद्धादिहेत्वाभासोद्धरणं हेतुशुद्धिः, साध्यविकलादिदृष्टान्तदूषणपरिहरणं સમા. : ના, વ્યાપ્તિના સ્મરણ માટે દૃષ્ટાન્તવચનની જરૂર નથી. “પર્વતો વદ્ધિમાન” એવા પ્રતિજ્ઞાવચન (પક્ષવચન) થી જ અહીં સાધ્ય શું છે? તેનો ખ્યાલ આવી જશે અને “પર્વતો ધૂમવા” એવા હેતુવચનથી અહીં હેતુ કયો છે ? તેનો પણ ખ્યાલ આવી જશે. હેતુ અને સાધ્યની વ્યાપ્તિનો નિર્ણય જેને પહેલા થયેલો છે તેને પક્ષવચન અને હેતુવચન સાંભળીને સાધ્ય અને હેતુનો ખ્યાલ આવતા જ તે બે વચ્ચેની પૂર્વગૃહીત વ્યાપ્તિનું સ્મરણ અવશ્ય થશે. તેથી વ્યાપ્તિના નિર્ણય માટે કે વ્યાપ્તિના સ્મરણ માટે દૃષ્ટાન્તવચન જરૂરી નથી. કારણ કે પક્ષ-હેતુદર્શનથી (પક્ષ-હેતુ બતાવવાથી) જ વ્યાપ્તિસ્મરણ થઈ જશે. વળી, વ્યાપ્તિના નિર્ણય કે સ્મરણ માટે દષ્ટાન્તવચનની અનુપયોગિતામાં અન્ય પણ એક કારણ છે. પૂર્વે જેણે તર્કપ્રમાણથી વ્યાપ્તિનિર્ણય કર્યો નથી, તેને તો દષ્ટાન્તવચન દ્વારા પણ તે થવો શક્ય નથી. કારણ કે જે હેતુનું સમર્થન કરાયું ન હોય તેવા હેતુનું દષ્ટાન્ત પરપ્રતીતિમાં કારણ બની શકતું નથી. આપણે પહેલા તો એ જાણી લઈએ કે હેતુનું સમર્થન કોને કહેવાય? “હેતુના અસિદ્ધત્વ-વ્યભિચારિવાદિ દોષોનું નિરાકરણ કરીને સાધ્ય સાથેની તેની વ્યાપ્તિનો નિર્ણય કરવો’ એ જ હેતુનું સમર્થન કહેવાય છે. જ્યાં સુધી હેતુ અસમર્થિત હોય ત્યાં સુધી એ જ હેતુના દૃષ્ટાન્તથી બીજાને વ્યાપ્તિનો નિર્ણય કરાવી શકાતો નથી. અને જ્યારે હેતુનું સમર્થન થશે ત્યારે એ સમર્થિત હેતુ પોતે વ્યાતિગ્રહ કરાવવા સમર્થ બની જાય છે માટે હેતુસમર્થન પછી તો દષ્ટાન્તવચનાદિ અન્યથાસિદ્ધ બની જાય છે. આમ, હેતુસમર્થન પૂર્વે અસમર્થ હોવાથી અને હેતુસમર્થન પછી અન્યથાસિદ્ધ બની જતા હોવાથી પણ દૃષ્ટાન્તવચનાદિની પરાર્થાનુમાનમાં અનુપયોગિતા સાબિત થાય છે. (અહીં મૂળમાં ‘સર્થતચ વૃત્તાવેઃ પદોનો અર્થ “અસમર્થિત એવા દષ્ટાન્તાદિના' માત્ર આટલો જ ન કરવો. પણ, ‘રસમર્થિતી’ પદ પછી “હેતો:' પદનો અધ્યાહાર માનવો.) આ રીતે હેતો:' પદનો અધ્યાહાર માનીને પછી ‘સમર્થતી (હૈતો:) Mાન્તા' = “અસમર્થિત એવા હેતુના દૃષ્ટાન્તાદિના” આવો અર્થ કરવો. (સમર્થિતચ પદને અધ્યાહાર્ય “દેતો' પદનું વિશેષણ માનવું) આ રીતે જો ‘દેતો:' પદનો અધ્યાહાર ન માનો તો પછી આગળ આવતા “તત્સમર્થન’ પદમાં “તત્વ” પદથી હેતુનું ગ્રહણ થઈ નહીં શકે. કારણ કે તત્વ' પદ પૂર્વપ્રક્રાન્તનું ગ્રહણ કરવાના સ્વભાવવાળું હોવાથી ‘ત' પદથી १. कथयति पञ्चावयवं दशधा वा सर्वथा न प्रतिषिद्धमिति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy