SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જૈન તર્કભાષા ___हेतु: साध्योपपत्त्यन्यथानुपपत्तिभ्यां द्विधा प्रयोक्तव्यः, यथा पर्वतो वह्निमान्, सत्येव वह्नौ धूमोपपत्तेः असत्यनुपपत्तेर्वा । अनयोरन्यतरप्रयोगेणैव साध्यप्रतिपत्तौ द्वितीयप्रयोगस्यैकत्रानुपयोगः । पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव च परप्रतिपत्त्यङ्गं न दृष्टान्तादिवचनम्, पक्षहेतुवचनादेव वक्ष्यते चाऽन्यतरासिद्धहेत्वाभासपदेन तादृशहेतोः दुष्टत्वमित्युभयसिद्ध एव हेतुः परार्थानुमाने प्रयोक्तव्यः । परार्थानुमानेऽवयवसङ्ख्याने विप्रतिपद्यन्ते दार्शनिकाः । तथाहि -नैयायिकास्तावत् प्रतिज्ञादीन् पञ्चावयवान् प्रतिपेदिरे । तथा च तत्सूत्रं 'प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनान्यवयवाः (न्या.सू.१/१/३२) पक्षहेतुदृष्टान्तलक्षणं त्र्यवयवं परार्थानुमानमिति साङ्ख्याः , मीमांसकाश्च, केचिन्मीमांसका उपनयसहितान् चतुरोऽपि कथयन्ति, बौद्धतार्किकदिङग्नाग: धर्मकीर्तिस्तुदनुसारिणश्च बौद्धाः हेतुदृष्टान्ताविति द्वाववयवौ क्वचित् केवलं हेतुरूपमेकमवयवमपि च निरूपयन्ति । तदेतदखिलं मतान्तरजालं मनसि निधाय परार्थानुमानेऽवयवद्वयमेवोपयुज्यत इति प्रतिपादयन्नाह ‘पक्षहेतुवचन' इत्यादिना । अवयवान्तरप्रयोजनाभावं व्युत्पादयति प्रतिबन्धस्येરૂપ વિપક્ષબાધકતર્ક આપી શકાય. આ વિપક્ષબાધકપ્રમાણથી મૂળહેતુગતવ્યાપ્તિની (“યત્ર યત્ર વૈતન્ય તંત્ર તત્ર ઉત્પત્તિમત્તામાવ:' એવી વ્યાપ્તિની) સિદ્ધિ થઈ શકે. પરંતુ સાંખ્યો દ્વારા અપાતો પ્રસંગ વ્યાપ્તિશૂન્ય હોવાથી આ વાત શક્ય નથી. આ રીતે, આખી ચર્ચાને અંતે એ વાતનો ઉપસંહાર થાય છે કે “માત્ર પ્રતિવાદીને જ સિદ્ધ હોય એવા હેતુને પરાર્થાનુમાન ન કહેવાય, ઉભયસિદ્ધહેતુને જ પરાર્થાનુમાન કહેવાય. તેથી પરાર્થનુમાનનું પરાભિમત લક્ષણ આ રીતે ખંડિત જાણવું. તેથી પ્રWકારે આપેલું પક્ષદેતુવનાત્મ પરાર્થનનુમાનમ્ (ઉપવીરીત)' એવું લક્ષણ જ નિર્દોષ સાબિત થાય છે. ૯ બે પ્રક્ષરે હેતુપયોગ « પરાથનુમાનમાં હેતુનો પ્રયોગ બે રીતે થઈ શકે છે. (૧) સાધ્યોપપત્તિ દ્વારા (૨) અન્યથાનુપપત્તિ દ્વારા. “સાધ્ય હોય તો જ હેતુ હોઈ શકે' આને સાધ્યોપપત્તિ કહેવાય છે. દા.ત. - ‘વદ્ધિ હોય તો જ સામે દેખાતા ધૂમની ઉપપત્તિ (સંગતિ) થાય (માટે પર્વત વહિમાનું છે.) “સાધ્ય ન હોય તો હેતુ પણ ન જ હોય' આને અન્યથાનુપપત્તિ કહેવાય છે. દા.ત. “વર્તિ ન હોય તો (સામે દેખાતો) ધૂમ અનુપપન્ન (અસંગત) બની જાય.” (માટે પર્વત વતિમાન્ છે.) આને નૈયાયિકાદિ અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિ કહે છે. આમ તો આ હેતુપ્રયોગના બે પ્રકારોમાં વાક્યરચનામાં જ ફેર છે, અર્થમાં ખાસ ફેર નથી. બીજાને સાધ્યસિદ્ધિ થવી એ જ બન્ને પ્રકારના હેતુપ્રયોગનું ફળ છે. આ બેમાંથી કોઈ પણ એક પ્રકારના હેતુપ્રયોગથી જ જો સાધ્યસિદ્ધિ થઈ જાય તો પછી તે પ્રયોજન માટે અન્ય પ્રકારે પુનઃ હેતુપ્રયોગ કરવો જરૂરી નથી. પણ હા, કોઈ મન્દમતિને એટલા માત્રથી સાધ્યની પ્રતીતિ ન થાય તો અન્ય પ્રકારે પુનઃ હેતુપ્રયોગ થઈ શકે છે. એટલે હેતુપ્રયોગ ક્યાંક એક રીતે, ક્યાંક ઉભય રીતે થાય છે. (આ જણાવવા માટે ગ્રન્થમાં બન્ને પ્રકારના ઉદાહરણો જણાવતી વખતે વિકલ્પસૂચક ‘વા'કારનો પ્રયોગ થયેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy