SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈન તર્કભાષા मौलहेतोरेव तन्निश्चायकत्वात्, अनेकवृत्तित्वव्यापकानेकत्वनिवृत्त्यैव तन्निवृत्तेः मौलहेतुपरिकरत्वेन व्याप्तोपलब्धिरूपोऽत्र मौलो हेतुः। यथा यदनेकवृत्ति तदनेकम्, अनेकवृत्ति च सामान्यमिति । एकत्वस्य हि विरुद्धमनेकत्वं, तेन व्याप्तमनेकवृत्तित्वं, तस्योपलब्धिरिह । मौलत्वं चास्यैतदपेक्षयैव प्रसङ्गस्योपन्यासात् । न चायमुभयोरपि न सिद्धः । सामान्ये जैनयोगाभ्यां तदभ्युपगमात् । ततोऽयमेव मौलो हेतुरयमेव च વસ્તુનિશ્વાયઃ ” - ननु यदि प्रसङ्गविपर्यय एव मूलहेतुस्तर्हि प्रसङ्गोपन्यासः किमर्थ इत्याशङ्कायां प्रसङ्गोपन्याससार्थक्यमाह'अनेकवृत्तित्व' इति- अनेकवृत्तित्वस्य व्यापकं यदनेकत्वं, तस्य या सर्वथैक्यस्वीकारे सति निवृत्तिः, तयैव व्यापकनिवृत्त्या व्याप्यीभूतानेकवृत्तित्वनिवृत्तेः प्रसङ्गः = 'यदि सामान्यं सर्वथैकं स्यात् तदा अनेकवृत्ति न स्यात्' इत्यादिरूपो यः क्रियते, स एव सामान्येऽनेकत्वसाधके अनेकवृत्तित्वरूपे मौलहेतौ ‘सामान्यमनेकवृत्ति તેનો વ્યાપક એવો અનેકવ્યક્તિવૃત્તિત્વાભાવ રૂપ અન્યધર્મ પણ માનવો પડશે. (આ પ્રસંગ વ્યાપકવિરુદ્ધોપલબ્ધિરૂપ છે. અનેક વ્યક્તિવૃત્તિત્વને વ્યાપક છે અનેકત્વ, તેનું વિરોધિ છે એકત્વ. તેવું એકત્વ જો તમે માનશો તો અનેકવ્યક્તિવૃત્તિત્વાભાવ માનવો પડશે.) આવો પ્રસંગ આપીને તેના વિપર્યયને જ મૂળહેતુરૂપે રજુ કરાય છે. જેમ કે – “સામાન્યું ન સર્વથા પર અને વ્યક્ટ્રિવૃત્તિત્વાતુ' = સામાન્ય સર્વથા એકરૂપ નથી કારણ કે તે અનેકવ્યક્તિવૃત્તિ છે. અહીં અનેકવ્યક્તિવૃત્તિત્વ એ જ મૂળ હેતુ છે જ બન્ને પક્ષને માન્ય છે.) આ મૂળહેતુ વિરુદ્ધ વાતોપલબ્ધિરૂપ છે. (પ્રતિષેધ્ય = સર્વથા ઐક્ય, તેને વિરુદ્ધ છે અનેકત્વ, અનેકત્વ વ્યાપ્ય છે અનેકવ્યક્તિવૃત્તિત્વ, તેની ઉપલબ્ધિ અહીં હેતુ છે.) અહીં ખાસ સમજી રાખવું કે જેનો પ્રસંગ અપાયો છે તે પોતે અહીં વસ્તુનો નિશ્ચય કરાવનાર નથી. પરંતુ તે પ્રસંગનો વિપર્યય (મને વ્યશિવૃત્તિત્વમવનો વિપર્યય) અનેકવ્યક્તિવૃત્તિત્વ એ પોતે જ મૂળહેતુ હોવાથી વસ્તુનિશ્ચાયક છે. પ્રસંગ આપાદનમાં એવી વ્યાપ્તિ જણાવાય છે કે જે સર્વથા એકરૂપ હોય તે અનેકવ્યક્તિવૃત્તિ ન હોય, વ્યતિરેકથી જે અનેકવ્યક્તિવૃત્તિ હોય તેનામાં અનેકત્વ હોય. અહીં અનેકત્વ એ વ્યાપક છે. વ્યાપકના અભાવથી વ્યાપ્યનો અભાવ જણાય તેથી જાતિમાં અનેકત્વ ન હોવાથી અનેકવ્યક્તિવૃત્તિત્વ પણ નહીં રહે એમ જણાય છે. તેથી અમારા એકત્વનિષેધક અનુમાનમાં મૂળહેતુ તે અનેકવ્યક્તિવૃત્તિત્વ જ છે જે ઉભયપક્ષમાન્ય છે. પૂર્વપક્ષ : તો પછી પ્રસંગ આપાદન કરવાની શું જરૂર છે ? સીધું જ મૂળ અનુમાન આપો ને ? ઉત્તરપક્ષ : પ્રસંગઆપાદન તો મૂળહેતુના પરિકર (સહાયક) રૂપે કરાયું છે. જેમ કે કોઈ એમ કહે છે “સામાન્ય અનેકવૃત્તિ હોવા છતાં અનેકત્વવાળું ન હોય તો શું વાંધો? તો આવી વ્યભિચારશંકાને દૂર કરવા માટે વિપક્ષબાધકતર્ક (અનુકૂળતર્ક) આપી શકાય કે “જો સામાન્યમાં અનેકત્વ ન હોય (એટલે કે એકત્વ હોય) તો સામાન્યમાં અનેકવ્યક્તિવૃત્તિત્વ પણ ન હોઈ શકે. આ રીતે પ્રસંગ ઉપન્યાસ જે કરાયો છે તે, મૂળહેતુની વ્યાપ્તિની સિદ્ધિ કરાવી આપે છે અને તે દ્વારા ઈષ્ટ સાધ્યની (એકત્વનિષેધની) સિદ્ધિ કરવામાં મદદરૂપ બને છે. તેથી મૂળહેતુના પરિકરરૂપે પ્રસંગનો ઉપન્યાસ કરવો પણ યોગ્ય જ છે. (કારણ કે મૂળહેતુગત વ્યાપિની સિદ્ધિમાં ફલિત થનારા આવા વિપક્ષબાધકતકને લગભગ બધા જ માને છે.) પૂર્વપક્ષ : તો પછી વૃદ્ધિઃ વેતના ઉત્પત્તિમસ્વાત્' એવું સાંખ્યાનુમાન પણ પ્રસંગઆપાદનપરક છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy