________________
પ્રમાણપરિચ્છેદ
૧૨૩
धर्मिणः प्रसिद्धिश्च क्वचित्प्रमाणात् क्वचिद्विकल्पात् क्वचित्प्रमाणविकल्पाभ्याम् । तत्र निश्चितप्रामाण्यकप्रत्यक्षाद्यन्यतमावधृतत्वं प्रमाणप्रसिद्धत्वम् । अनिश्चितप्रामाण्याप्रामाण्यप्रत्ययगोचरत्वं विकल्पप्रसिद्धत्वम् । तद्वयविषयत्वं प्रमाणविकल्पप्रसिद्धत्वम् । तत्र प्रमाणसिद्धो धर्मी यथा धूमवत्त्वादग्निमत्त्वे साध्ये पर्वतः, स खलु प्रत्यक्षेणानुभूयते । विकल्पसिद्धो धर्मी यथा सर्वज्ञोऽस्ति सुनिश्चितासम्भवबाधकप्रमाणत्वादित्यस्तित्वे साध्ये सर्वज्ञः, अथवा खरविषाणं नास्तीति नास्तित्वे साध्ये खरविषाणम् । अत्र हि सर्वज्ञखरविषाणे अस्तित्वनास्तित्वसिद्धिभ्यां प्राग विकल्पसिद्धे । उभयसिद्धो धर्मी यथा शब्दः परिणामी कृतकत्वादित्यत्र शब्दः, स हि वर्तमानः प्रत्यक्षगम्यः, भूतो भविष्यंश्च विकल्पगम्या, स सर्वोऽपि धर्मीति प्रमाणविकल्पसिद्धो धर्मी । प्रमाणोभयसिद्धयोधर्मिणोः साध्ये कामचारः । विकल्पसिद्धे तु धर्मिणि सत्तासत्तयोरेव साध्यत्वमिति नियमः । तदुक्तम् - "विकल्पसिद्धे तस्मिन् सत्तेतरे साध्ये"
જ ધર્મીની પ્રસિદ્ધિ પ્રમાણ, વિલ્પ, કે તમયથી થાય જ સાધ્યનું નિરૂપણ કર્યા પછી હવે પક્ષ (ધર્મી)ની વાત કરે છે, પક્ષની પ્રસિદ્ધિ ત્રણ રીતે થઈ શકે છે. ક્યારેક પ્રત્યક્ષાદિ પ્રમાણથી, ક્યારેક વિકલ્પથી, તો ક્યારેક પ્રમાણ-વિકલ્પ ઉભયથી ધર્મીની પ્રસિદ્ધિ થઈ શકે છે. જેનું પ્રામાણ્ય નિશ્ચિત થયું હોય એવા પ્રત્યક્ષાદિ પ્રમાણોમાંથી કોઈ પણ પ્રમાણ દ્વારા જે ધર્મી પ્રસિદ્ધ થાય તેને પ્રમાણસિદ્ધ ધર્મ કહેવાય. જેના પ્રામાણ્યનો કે અપ્રામાણ્યનો નિશ્ચય થયેલો ન હોય તેવા જ્ઞાનથી જે ધર્મી પ્રસિદ્ધ થાય તેને વિકલ્પસિદ્ધ ધર્મી કહેવાય. પ્રમાણ અને વિકલ્પ બન્નેનો જે વિષય બને તે ધર્મી ઉભયસિદ્ધ કહેવાય. ક્રમશઃ ત્રણેના ઉદાહરણો જોઈએ.
(૧) પ્રમાણસિદ્ધ ધર્મી - પર્વતો વદ્વિમાન્ ધૂમાત’ સ્થળે પર્વત રૂપ ધર્મ પ્રત્યક્ષથી જણાતો હોવાથી તે પ્રત્યક્ષપ્રમાણસિદ્ધ ધર્મી છે.
(૨) વિકલ્પસિદ્ધધર્મી - “સર્વજ્ઞ છે, કારણ કે બધા જ પ્રકારના બાધકપ્રમાણોનો અસંભવ છે એવો નિશ્ચય થયેલો છે.” (અર્થાત્, સર્વજ્ઞાસ્તિત્વના બાધક કોઈ પ્રમાણો નથી એવો નિશ્ચય સારી રીતે થયેલો છે.) સર્વજ્ઞના અસ્તિત્વની સિદ્ધિ કરવા માટે જ્યારે આવો અનુમાનપ્રયોગ કરાય ત્યારે સર્વજ્ઞ “પક્ષ” બને છે. પક્ષ તો વાદી-પ્રતિવાદી ઉભયને પ્રસિદ્ધ હોવો જોઈએ. વાદીને સર્વજ્ઞ કદાચ આગમપ્રમાણથી સિદ્ધ હોય પણ તે આગમોને અપ્રમાણ માનનારા પ્રતિવાદિને પક્ષની પ્રસિદ્ધિ વિકલ્પથી થાય છે. (અર્થાતુ, વાદી જે “સર્વજ્ઞ જેવું કોઈક તત્ત્વ માને છે, તે અહીં પક્ષ છે) આવો વિકલ્પ (વિચાર) બુદ્ધિમાં પેદા થતા, વાદિપ્રસિદ્ધ એવો પક્ષ (સર્વજ્ઞ) પ્રતિવાદીને પણ બુદ્ધિમાં પ્રસિદ્ધ થઈ જાય છે. (જો આમ ન માનો તો વાદીએ સર્વજ્ઞઃ અસ્તિ... ઈત્યાદિ આપેલા અનુમાનની સામે પોતે સર્વજ્ઞને જ પક્ષ બનાવીને સર્વજ્ઞો નાસ્તિ... ઈત્યાદિ પ્રતિઅનુમાન શી રીતે આપી શકે ? કારણ કે પક્ષની પ્રસિદ્ધિ વગર તો પ્રતિવાદી, તેમાં નાસ્તિત્વની સિદ્ધિ કરી શકે નહીં.) આજ રીતે “ખરવિષાણ નથી.....' એવા સ્થાનમાં “ખરવિષાણ' જેવી અસત્ વસ્તુને પક્ષ બનાવાય છે. જે ધર્મી જ અસત્ હોય તે ધર્મી પ્રમાણસિદ્ધ શી રીતે હોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org