SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભો વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ-સ્યાદ્વાદરત્નાકર વગેરે ગ્રન્થોમાં જ્યાં મળે છે તેનો સંગ્રહ A કરતી તાત્પર્યસંગ્રહો વૃત્તિ પણ રચી છે. વિવરણ કરવામાં ક્યાંક ઉક્ત બે ટીકાઓ પણ સહાયક બની છે. મૂળ ગ્રન્થનો ગુર્જર ભાવાનુવાદ પણ સાથે જ છે. નાનામિ - તર્કની જ પરિભાષામાં વાત કરીએ તો જ્ઞાન થવામાં વિષયવિધયા પદાર્થને પણ જો કારણ કહેવાય છે. ઘટનાશ પ્રત્યે પ્રતિયોગિવિધયા ઘટ પણ જો કારણ કહેવાય છે, તો પ્રસ્તુત ગ્રંથ રચીને મને સ્વાધ્યાય-સર્જનની એક અપૂર્વ તકની ભેટ ધરનારા મહો. યશોવિજયજી મહારાજનો સૌપ્રથમ ઉપકાર માનું છું. • પોતાના જીવનના અંતિમ દિવસો દરમ્યાન પ્રસ્તુત ગ્રન્થ ઉપર વિવરણ +ભાવાનુવાદ લખવા હાર્દિક શુભાશીષ પાઠવી મને ઉપકૃત અને ઉલ્લસિત કરનારા સ્વ. ગુરુદેવ ન્યાયવિશારદ વર્ધમાન તપોનિધિ પૂજયપાદ આ.ભગ. શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા... વિ.સં. ૨૦૫ર ના ચાતુર્માસ દરમ્યાન સાબરમતી (રામનગર)માં જેઓશ્રીએ સતત કૃપાવૃષ્ટિ કરીને સંયમ અને જ્ઞાનવૃદ્ધિ માટે પ્રોત્સાહિત કરીને પ્રસ્તુત કાર્યમાં જોમ પુર્યું છે તે સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભગ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજા... દેવલોકની અટારીએથી પણ જાણે સતત મારા આત્મહિતની કાળજી કરનારા સહજાનંદી સ્વ.પૂ.આ.ભગ. શ્રીમદ્વિજય ધર્મજિતસૂરીશ્વરજી મહારાજા... સૂરિમાના અજોડ સાધક અને સદાના પ્રેરણાસ્ત્રોત પૂ.આ.ભગ. શ્રીમદ્વિજય જયશેખરસૂરિ મહારાજા... સંસારકૂપમાંથી ઉગારનારા અને પરમોપકારી ગુરુદેવ પૂ.પં.શ્રીજગવલ્લભવિજયજી મહારાજા... દિલ દઈને અધ્યયન કરાવનારા તથા પ્રસ્તુત વિવરણ+ભાવાનુવાદને મહદંશે સંશોધિત કરી અને અત્યંત ઉપકૃત કરનાર સાત્ત્વિક-તાર્કિક વિદ્યાગુરુવર્ય શ્રીઅભયશેખરવિજયજી ગણિવર્ય... વાત્સલ્યપ્રદાન દ્વારા સતત શુભયોગોમાં જોડનારા પરમોપકારી-તપસ્વી-ગુરુદેવ (ગૃહસ્થપણે પિતાજી) પૂ.મુનિરાજ શ્રીમેઘવલ્લભવિજયજી મહારાજા... • સદાના પ્રોત્સાહસ્રોત કલ્યાણમિત્ર પૂ.મુનિરાજ શ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજા તથા પ્રસ્તુત કાર્યમાં સ્તુત્ય સહાય કરનારા લઘુબંધુમુનિવર શ્રી હૃદયવલ્લભવિજયજી.. અને અનેક રીતે સહાયક બનેલ સહુ કોઈનો ઋણી છું. પૂજયોની પરમપાવની કૃપાની જ એકમાત્ર નીપજરૂપે તૈયાર થયેલા સંસ્કૃત વિવરણ અને ગુર્જર ભાવાનુવાદમાં કોઈને ક્યાંય પણ ક્ષતિ જણાય તો તેનું પરિમાર્જન કરવા વિનમ્ર પ્રાર્થના છે. - મુનિ ઉદયવલ્લભવિજય વિ. સં. ૨૦૫૩, જ્ઞાનપંચમી, સાબરમતી (રામનગર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy