________________
૫૫
સ્થાપન કર્યું એ રૂપ શક્તિની કલ્પના પણ જૂઠી છે, એ બતાવવા માટે ગ્રંથકાર કહે છે કે એ સર્વ શક્તિકલ્પના જૂઠી જાણવી. I॥૨૨॥
અવતરણિકા :
ગાથા-૨૨ માં બંધક્ષણ અને મોક્ષક્ષણ સરખી નથી માટે સદશવાસનાથી મોક્ષાર્થીની પ્રવૃત્તિ થશે, એ પ્રકારની બૌદ્ધની યુક્તિનું ખંડન કરીને, અને મોક્ષાર્થીની પ્રવૃત્તિના બળથી આત્માને માનવો જોઈએ તેમ સ્થાપન કરીને, હવે બૌદ્ધ જેમ માને છે કે એક જ ક્ષણ પોતાની ઉત્તરક્ષણ પ્રત્યે ઉપાદાનકારણ અને અન્ય કોઈ કાર્ય પ્રત્યે નિમિત્તકારણ થઈ શકે છે, છતાં તે ક્ષણનો ભેદ નથી; તેમ પૂર્વ અને અ૫૨૫ર્યાય સાથે સંબંધ હોવા છતાં દ્રવ્યનો ભેદ નથી, તે સ્થાપન કરીને નિત્ય આત્માને સ્થાપન કરવા અર્થે ગ્રંથકાર કહે છે -
ચોપઈ :
उपादान अनुपादानता, जो नवि भिन्न करइ क्षण छता । पूरव - अपरपर्याइ भेद, तो नवि द्रव्य लहइ त्यजि खेद ।। २३ ।।
ગાથાર્થ ઃ
ક્ષણ છતા=એક ક્ષણમાં, ઉપાદાન-અનુપાદાનતા જો ભેદ કરતી નથી, તો પૂર્વ-અપર પર્યાયથી દ્રવ્ય ભેદ પામતું નથી, એ વાત ખેદ છોડીને (સ્વીકારો.)॥૨૩॥ બાલાવબોધ :
बीजुं एक कालई पणि अनेककारणताक्षण छइ तिहां उपादाननिमित्तपण जो क्षणनो भेद नथी, तो पूर्व- अपरपर्यायनई भेदनं द्रव्यभेद न पामइ, मतग्रहनो खेद छांडीनई द्रव्य एक आदरो ।। २३ ।।
અનુવાદ :
વીનું વ ાનવું..... આવરો ||રરૂ|| - એક જ દંડ પોતાની ઉત્તરક્ષણ પ્રત્યે જે ક્ષણમાં ઉપાદાન છે, તે જ ક્ષણમાં તે દંડ ઘટ પ્રત્યે નિમિત્તકારણ છે. તેથી દંડની એક ક્ષણમાં ઉપાદાનકારણતા અને અનુપાદાનકારણતા=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org