________________
પ૧ પ્રયત્ન કરે તે સંગત થાય નહિ; કેમ કે તે બેમાં અનુગત એક વ્યક્તિ નથી. તેથી બદ્ધ એવો હું સાધના કરીશ તો મારો મોક્ષ થશે એવો અધ્યવસાય થઈ શકે નહિ. આમ છતાં, બદ્ધ એવી જ્ઞાનક્ષણ અજ્ઞાનને કારણે જ મોક્ષક્ષણ પેદા કરવા માટે પ્રવર્તે છે. અને તેનું અજ્ઞાન એ છે કે બંધાયેલો એવો હું સાધના કરીશ તો હું મુકાઈશ, એ પ્રકારનો એકત્વનો અધ્યવસાય છે. વાસ્તવિક રીતે બંધક્ષણવાળું જ્ઞાન અને મોક્ષક્ષણવાળું જ્ઞાન તદ્દન જુદું છે. તે બેના ભેદનું તેને અજ્ઞાન છે, તેથી જ તે મોક્ષ માટે પ્રવર્તે છે.
અહીં કોઈને શંકા થાય કે અજ્ઞાનથી તો સંસારની પ્રવૃત્તિ થાય, મોક્ષની પ્રવૃત્તિ કેવી રીતે થાય ? તેથી બૌદ્ધ કહે છે –
મોક્ષપ્રવર્તક અવિદ્યાનો જે વિવર્ત છે તે જ સંસારમૂલ અવિદ્યાનો નાશક છે, જેમ પગમાં કાંટો લાગ્યો હોય તો તે બીજા કાંટાથી જ નીકળે છે.
આશય એ છે કે બંધક્ષણને પેદા કરાવનારી જે અવિદ્યા છે, તે સંસારમૂલ અવિદ્યા છે, અને તેને કાઢવા માટે મોક્ષપ્રવર્તક અવિદ્યા જ કારણ બને છે; અને બૌદ્ધમત પ્રમાણે જ્ઞાનક્ષણોના વિવર્તે વર્તે છે, પરંતુ એક અનુગત આત્મા નથી. આમ છતાં, હું ક્ષણિક છું, તેવું જ્ઞાન નહિ હોવાને કારણે તેને આત્મા ઉપર રાગ થાય છે, તેથી સંસાર પ્રવર્તે છે. માટે સંસારને પેદા કરાવનાર એવા ક્ષણિકજ્ઞાનનું જે અજ્ઞાન છે, તે સંસારમૂલ અવિદ્યા છે, અને તેનો નાશ મોક્ષપ્રવર્તક અવિદ્યાથી થાય છે.
મોક્ષપ્રવર્તક અવિદ્યા એ છે કે શાસ્ત્રથી પોતે ક્ષણિક છે તેમ બૌદ્ધ જાણે છે, છતાં પોતાનો ક્ષણિકભાવ હજુ તેને શાસ્ત્રોથી સામાન્ય રીતે જણાયો છે, પરંતુ સ્થિર થયો નથી. તેથી જ શાસ્ત્રોથી જાણ્યા પછી યુક્તિઓથી તે ક્ષણિકવાદને આત્મસાત્ કરવા માટે ધ્યાનમાં યત્ન કરે છે. અને તે વખતે હજુ તેનામાં ક્ષણિકવાદ સ્થિર થયો નથી ત્યાં સુધી મોક્ષપ્રવર્તક ક્ષણ આવતી નથી. તેથી જ તેનામાં રહેલ ક્ષણિકત્વના અજ્ઞાનરૂપ જે અવિદ્યા છે તે મોક્ષ પ્રવર્તક અવિદ્યા છે. આથી જ તે વિચારે છે કે, મારે સાધના કરીને ક્ષણિકપણાનું જ્ઞાન સ્થિર કરવું જોઈએ, કે જેથી મારા સંસારનો ઉચ્છેદ થાય. અને તે વખતે “બંધાયેલો એવો હું મુક્ત થઈશ” એ પ્રકારની જે તેની બુદ્ધિ છે, તે અવિદ્યારૂપ છે; અને તે મોક્ષપ્રવર્તક અવિદ્યા જ ક્ષણિકવાદને સ્થિર કરવા માટે ધ્યાનાદિમાં તેને પ્રવર્તાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org