________________
૩૪
તત્ત્વમાર્ગમાં મન વ્યાકુળ થયું એમ કહેવું પડે. અને તે રીતે નાસ્તિકવાદનો વિચાર કરીને મનને વ્યાકુળ કરશો નહિ, કેમ કે નાસ્તિકવાદની બધી યુક્તિઓ તાત્કાલિક વિષયોના આકર્ષણથી પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જોવાને બદલે આત્મા નથી, પરલોક નથી, પુણ્ય-પાપ નથી એ પ્રકારના વિપરીત વિચારોમાં એકાંત વ્યવહારનયને આશ્રયીને પ્રવર્તે છે. માટે તેમાં મનને વ્યાકુળ કર્યા વગર આત્માની સત્તાને સ્વીકારવી જોઈએ. આ રીતે “આત્મા છે” એ રૂપ પ્રથમ સમ્યક્ત્વના સ્થાનને સ્થાપન કરીને, હવે “આત્મા નિત્ય છે” એ રૂપ બીજા સ્થાનને વર્ણવું છું. અને આ બૌદ્ધમત ઋજુસૂત્રનયમાંથી નીકળેલ છે, અને તે એકાંતવાદરૂપ હોવાથી દુર્નયરૂપ છે, તેથી તેનું ખંડન કરીને નિત્ય આત્માનું હવે વર્ણન કરે છે. II૧૭ના અહીં નાસ્તિકવાદીનું કથન પૂર્ણ થયું.
અવતરણિકા :
બૌદ્ધમતનું ખંડન કરવા માટે સૌ પ્રથમ બૌદ્ધમતની માન્યતાને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે -
ચોપઈ
·
तेह कहइ क्षणसंततिरूप, ज्ञान आतमा अतिहि अनूप । नित्य होइ तो बाधइ नेह, बंधन कर्मतणो नहि छेह ।। १८ ।।
ગાથાર્થ ઃ
તે=બૌદ્ધ, કહે છે - અતિ અનૂપ=અત્યંત મનોહર, ક્ષણસંતતિરૂપ (જે) જ્ઞાન (તે જ) આત્મા છે. ( આત્મા) નિત્ય હોય તો સ્નેહ બાધા કરે છે, કર્મતણા બંધનનો છેહ=અંત, આવતો નથી. II૧૮
બાલાવબોધ :
ते बौद्ध इम कहई छई अतिहि अनूप मनोहर क्षणसंततिरूप जे ज्ञान तेह ज आत्मा छई, तथा च तन्मतम् - 'प्रवृत्तिविज्ञानोपादानमालयविज्ञानमात्मा' प्रवृत्तिविज्ञान जे नीलाद्याकार ते उपादेय, तेहनो अहमाकार उपादान ते आलयविज्ञानरूप, आत्मारूपभेदई उपादान - उपादेयभाव छ, पणि परमार्थई
',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org