________________
૩૨
બુદ્ધિમાન પુરુષો આ લોકને ગૌણ કરીને પરલોક માટે પ્રવૃત્તિ કરે છે તે સર્વ ભૂલેલા છે તેમ કહી શકાય નહિ. માટે મહાજનની તપ-ક્રિયાદિમાં પ્રવૃત્તિથી પુણ્યની સિદ્ધિ થાય છે, અને મહાજનની ભોગાદિમાં અપ્રવૃત્તિથી સંસારની પ્રવૃત્તિમાં પાપ બંધાય છે તે વાત નક્કી થાય છે. તેથી પુણ્ય-પાપના ફળને ભોગવનાર પરલોકમાં જનાર આત્મા છે, તે સિદ્ધ થાય છે.
તેમાં ન્યાયકુસુમાંજલિ ગ્રંથની સાક્ષી આપતાં કહે છે, તેનો અર્થ આ પ્રમાણે છે -
પરલોકાર્થી જીવ સ્વર્ગાદિ માટે જે યાગાદિમાં પ્રવૃત્તિ કરે છે તે નિષ્ફળ નથી, પરંતુ સ્વર્ગાદિ ફળવાળી છે. ત્યાં કોઈ કહે કે તે યાગાદિની પ્રવૃત્તિ દુઃખએકફળવાળી છે, અર્થાત્ એ પ્રવૃત્તિજન્ય દુઃખ વેઠવું તેટલું જ તેનું ફળ છે, પણ તેનાથી અન્ય કોઈ સ્વર્ગાદિની પ્રાપ્તિરૂપ ફળ નથી. તેથી કહે છે કે એ પ્રવૃત્તિ દુઃખમાત્ર ફળવાળી નથી; કેમ કે ઇષ્ટસાધનતાના જ્ઞાનથી પ્રવૃત્તિ થાય છે, અને વિચારકને પ્રવૃત્તિથી ઈષ્ટ દુ:ખ હોઈ શકે નહિ, પરંતુ તેનું અવશ્ય કોઈ સ્વર્ગાદિરૂપ ફળ હોવું જોઈએ. અહીં કોઇને શંકા થાય કે, કોઇ ઠગનાર વ્યક્તિ ‘સ્વર્ગાદિ ફળ આપનાર યાગાદિ છે', એમ કહીને તે અનુષ્ઠાન પોતે કરે છે અને લોકોને તેમાં પ્રવર્તાવે છે, માટે તે યાગાદિનું ફળ પુણ્ય છે. તેથી કહે છે કે આવા પ્રકારનો વિપ્રલંભ પણ નથી, અર્થાત્ કોઈ વિચારક વ્યક્તિ બીજાને ઠગવા માટે આવી ક્લેશકારી પ્રવૃત્તિઓ કરે નહિ, માટે નક્કી તે પ્રવૃત્તિનું ફળ પરલોકમાં સ્વર્ગાદિની પ્રાપ્તિરૂપ છે.
પ્રસ્તુતમાં ‘યાવિ’ શબ્દથી ભગવદ્ભક્તિ આદિરૂપ સદનુષ્ઠાનો ગ્રહણ કરવાનાં છે. II૧૬ના
અવતરણિકા :
હવે નાસ્તિકમતના ખંડનનો ઉપસંહાર કરીને બૌદ્ધમતનું ખંડન કરવાની પ્રતિજ્ઞા કરે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org