________________
સમ્યક્ત ષટ્રસ્થાન ચઉપઈ-પ્રાસ્તાવિક
સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
સમ્યક્ત જસ્થાન ચઉપઈ અને તેનો બાલાવબોધ એ ન્યાયવિશારદન્યાયાચાર્ય-મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાની કીમતી નજરાણા જેવી અમૂલ્ય કૃતિ છે.
પ્રસ્તુત ગ્રંથમાં દર્શનમોહનીયકર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પેદા થયેલ શુભ આત્મપરિણામરૂપ જે સમ્યક્ત છે, તે સમ્યત્ત્વનાં છ સ્થાનો આ પ્રમાણે બતાવેલ છે - (૧) જીવ છે, (૨) જીવ નિત્ય છે, (૩) જીવ સ્વપુણ્ય-પાપનો કર્તા છે, (૪) જીવ સ્વપુણ્ય-પાપનો ભોક્તા છે, (૫) મોક્ષ છે અને () મોક્ષનો ઉપાય છે. આ છ સ્થાનોની શ્રદ્ધાથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત સ્થિર થાય છે, નિર્મળ થાય છે અને દઢ થાય છે.
સમ્યત્ત્વનાં છ સ્થાનોથી વિપરીત મિથ્યાત્વનાં છ સ્થાનો છે, તે આ પ્રમાણે -
(૧) જીવ નથી, (૨) જીવ નિત્ય નથી, (૩) જીવ સ્વપુણ્ય-પાપનો કર્તા નથી, (૪) જીવ સ્વપુણ્ય-પાપનો ભોક્તા નથી, (૫) મોક્ષ નથી અને (૬) મોક્ષનો ઉપાય નથી.
સમ્યક્તનાં વિપરીત આ મિથ્યાત્વનાં છ સ્થાનોનું નિરાકરણ કરવાપૂર્વક ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં સમ્યત્વનાં છ સ્થાનોની અનેક યુક્તિઓ અને શાસ્ત્રપાઠો આપવાપૂર્વક સચોટ સિદ્ધિ કરી આપેલ છે.
પ્રસ્તુત ગ્રંથની મૂળ ચોપ) શ્રીમદ્ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ સ્વયં રચી છે, અને તેનો બાલાવબોધ પણ લોકભોગ્ય ગુર્જરી ભાષામાં સ્વયં રચેલ છે. આ સમ્યક્ત ષટ્રસ્થાન ઉપઈ નામના ગ્રંથમાં અને તે ઉપર સ્વયં રચેલ બાલાવબોધમાં સમ્યત્વનાં છ સ્થાનોના નિરૂપણપૂર્વક અન્ય દર્શનોના વિષયોનું અને તેમની માન્યતાઓનું ખંડન કરી સ્યાદ્વાદથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org