________________
૩૮૪
તેનું કારણ તેઓમાં પ્રગટ થયેલું બોધિબીજ છે. III
આ રીતે ભગવાનના દર્શનનું ફળ બતાવીને, હવે ભગવાનની ભક્તિથી ભગવાનની પોતાના ઉપર થતી કરુણા કેવી છે, અને તેનાથી પોતાને શું પ્રાપ્ત થાય છે, તે બતાવે છે
નૈસી મતિ.....દલ્યો હો ||3|| જે જીવને ભગવાનને જોઈને જેવા પ્રકારની ભક્તિ ઊઠે છે, તેવી ભગવાનની તે જીવ ઉપર કરુણા વરસે છે. જેમ કોઇ જીવને ભગવાનને જોઈને સમ્યગ્દર્શન થાય તેટલી ભક્તિ પ્રગટે છે, તો કોઇ જીવને ભગવાનના વચનાનુસાર મહાસત્ત્વથી સંયમમાં યત્ન કરાવે તેવી ભક્તિ પ્રગટે છે, અને તેને અનુરૂપ તેના ઉપર ભગવાનની કરુણા વરસે છે; તેથી તે પ્રમાણે તે જીવ આત્માની ગુણસંપત્તિ પ્રાપ્ત કરે છે. શ્વેતશંખ જેવી પોતાની ભક્તિ છે, અને તેમાં ભગવાનની કરુણારૂપી દૂધ ભળે છે, તેથી શ્વેતશંખ જેમ દૂધથી અધિક દીપી ઊઠે છે, તેમ જીવને ભગવાન પ્રત્યેની ઉત્તમ ભક્તિ છે, તે ઉત્તમ ચિત્તરૂપ છે; અને તેમાં ભગવાનની ભક્તિને કારણે ભગવાનના વચનોના સમ્યક્ પરિણમનથી જે વિશેષ પ્રકારની ઉત્તમતા પ્રગટે છે, તે પૂર્વની ઉત્તમતામાં અતિશયતાનું આધાન કરે છે. તેથી શ્વેતશંખમાં જેમ દૂધ ભળે તો તે વિશેષ દીપી ઊઠે છે, તેમ ભગવાનની ભક્તિથી આત્મામાં જ્યારે વિશેષ પ્રકારના પરિણામો પ્રગટે છે, ત્યારે તે ભક્તિ વિશેષ દીપી ઊઠે છે; અર્થાત્ જીવને વિશેષ ગુણની પ્રાપ્તિ થાય છે. તેથી જ કહ્યું કે જેવી ભક્તિ તેવી પ્રભુની આપણા ઉપર કરુણા વરસે છે, અને ભગવાનની કરુણા પ્રમાણે આપણને ઉત્તમ ચિત્તરત્નની પ્રાપ્તિ થાય છે.
-
હવે જેમણે ભગવાનનાં વાસ્તવિક દર્શન કર્યાં તેમને પુણ્યાનુબંધીપુણ્યનો ઉદય પ્રાપ્ત થાય છે, અને મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, તે બતાવવા અર્થે કહે છે - ભગવાનના દર્શનથી નવનિધિઋદ્ધિ પ્રાપ્ત થઇ અને દુઃખ અને દૌર્ભાગ્ય બધાં દૂર ટળી જાય છે.
ભગવાનના દર્શનથી જીવ સંસા૨માં છે ત્યાં સુધી સમૃદ્ધિની પ્રાપ્તિ, દુ:ખદૌર્ભાગ્યનો વિનાશ અને ધીરે ધીરે સાધનાની પૂર્ણતાથી આત્માની અંતરંગ સંપત્તિરૂપ ઋદ્ધિની પ્રાપ્તિ, અને સંસારની વિડંબણારૂપે દુઃખ અને દૌર્ભાગ્ય નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org