________________
૩૭૪
ષડૂજીવનિકાયના સ્થૂલ બોધમાં વિશ્રાંત થઇને, વિશેષ શુદ્ધિના અનન્ય ઉપાયભૂત એવા સ્વદર્શન-પરદર્શનના શાસ્ત્રોના અભ્યાસ પ્રત્યે તેઓ જે ઉપેક્ષાવાળા થાય છે, તે જ તેમનો પ્રમાદભાવ છે. તેથી ચારિત્રની આચરણામાં કદાચ અપ્રમાદભાવ કરતા હોય, તો પણ ચારિત્રની શુદ્ધિના પ્રબળ ઉપાયભૂત એવી જ્ઞાનપ્રાપ્તિમાં પ્રમાદ કરે છે, તેથી તેમના ચારિત્રપાલનમાં હેતુની શુદ્ધિ નથી.
વળી બાહ્ય રીતે ચારિત્રના આચારોનું સેવન કરતા હોય, તેથી તે અપેક્ષાએ તેમના ચારિત્રપાલનમાં સ્વરૂપથી શુદ્ધિ દેખાય; પરંતુ “ચારિત્ર તે મૌનભાવરૂપ છે, તેથી કર્મબંધ થવો ન જોઈએ.” તેવો મૌનભાવરૂપ પરિણામ, બોધના અભાવને કારણે તેમનામાં નથી. તે અપેક્ષાએ ચારિત્રની સ્વરૂપશુદ્ધિ તેમનામાં છે, એમ કહેવું તે વિચારણીય છે.
વળી વિશેષ વિવેકના અભાવને કારણે સંમુગ્ધપરિજ્ઞાનવાળાને અનુબંધિ શુદ્ધિ સંભવે નહિ. જ્યારે સૂક્ષ્મબોધવાળા એવા ગીતાર્થને જો ચારિત્રમાં અપ્રમાદભાવ આવે તો અસંગભાવરૂપ અનુબંધિ શુદ્ધિ પ્રાપ્ત થઈ શકે. તેથી હેતુ, સ્વરૂપ અને અનુબંધિ શુદ્ધિ માટે નિશ્ચયજ્ઞાન આવશ્યક છે.
• દેતુસ્વરૂપનુવંધ્યાતિશુદ્ધિ અહીં ‘ગારિ પદથી દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિનું ગ્રહણ કરવાનું છે.
પજીવનિકાયના સંમુગ્ધપરિજ્ઞાનથી ચારિત્રની દ્રવ્યશુદ્ધિ થઇ શકે, પરંતુ ભાવશુદ્ધિ માટે વિશેષજ્ઞાન જરૂરી છે. તેથી સ્વ-દર્શન અને પરદર્શનના અભ્યાસરૂપ વિશેષજ્ઞાનથી ગીતાર્થ થયેલ સાધુ ગુલાઘવની ચિંતારૂપ ભાવશુદ્ધિ કરી શકે છે.
નિશ્ચયજ્ઞાનથી જ નિશ્ચયચારિત્ર આવે, તેમાં આચારાંગસૂત્રની “નં સન્મ .......પEI” સાક્ષી આપી. તેનાથી તે વાત આ રીતે ફલિત થાય છે –
આચારાંગસૂત્રમાં સમ્યક્ત અને મૌનની વ્યાપ્તિ બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે “જ્યાં જ્યાં સમ્યક્ત છે ત્યાં ત્યાં મૌન છે, અને જ્યાં જ્યાં મૌન છે ત્યાં ત્યાં સમ્યક્ત છે.” મૌન-લેશ પણ કર્મબંધ ન થાય તેવો સંયમમાં અપ્રમાદભાવનો યત્ન. આવો યત્ન સૂક્ષ્મબોધ વગરના જીવો કરી શકતા નથી. તેથી સ્થૂલબોધવાળા એવા જીવનિકાયાદિના સંમુગ્ધપરિજ્ઞાનથી ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org