________________
ભાવનાજ્ઞાન, ઉદક–જળ, દુગ્ધ=દૂધ અને અમૃત સ૨ખાં કહ્યાં છે.
પુત્ત્ત ૫ - તેમાં ષોડશકની સાક્ષી આપતાં કહે છે
ઉપયો.....કૃતિ II૧૨૨ II - પુરુષનું સજ્ઞાન વિધિમાં યત્નવાળું, નિયમથી વિષયતૃષ્ણાને દૂર કરનારું, જળ, દૂધ અને અમૃત જેવું, આ પ્રકારે=પૂર્વે કહેલાં શ્રુત, ચિંતા અને ભાવનાસ્વરૂપ ત્રણ પ્રકારવાળું, ગુરુ વડે=આચાર્ય વડે, કહેવાયું છે. ૧૨
399
ભાવાર્થ :
મોક્ષને અનુકૂળ સમ્યજ્ઞાન, તરતમતાથી પાણી, દૂધ અને અમૃત સરખું શ્રુત, ચિંતા અને ભાવનાજ્ઞાનરૂપ કહ્યું છે. તેમાં ષોડશકની સાક્ષી આપી, તેનો ભાવ એ છે કે, આ ત્રણે જ્ઞાનો મોક્ષને અનુકૂળ એવી ઉચિત ક્રિયાની વિધિમાં યત્નવાળાં હોય છે, અને નિયમથી=નક્કી, વિષયોની તૃષ્ણાને દૂર કરનારાં હોય છે.
(૧) શ્રુતજ્ઞાન સ્વચ્છ સ્વાદુ પાણીના આસ્વાદ જેવા સુખના અનુભવને કરાવનાર છે. જેમ સ્વચ્છ સ્વાદુ પાણી પીવાથી જીવને આહ્લાદ પેદા થાય છે, તેમ શ્રુતજ્ઞાનથી તત્ત્વની પ્રાપ્તિ થવાથી જીવને આહ્લાદ પેદા થાય છે.
(૨) ચિંતાજ્ઞાન દૂધના આસ્વાદ જેવું છે. સ્વચ્છ સ્વાદુ જળ કરતાં દૂધ પીવાથી વિશેષ પ્રકારનો રસાસ્વાદ પ્રાપ્ત થાય છે, તેમ ચિંતાજ્ઞાનથી જીવમાં વિશેષ પ્રકારની મધ્યસ્થ બુદ્ધિ થવાથી વિશેષ આહ્લાદ પેદા થાય છે.
જેમ શ્રુતજ્ઞાનમાં નિજ નિજ મતનો આવેશ હોવા છતાં મધ્યસ્થભાવની સન્મુખ ભાવ છે, જ્યારે ચિંતાજ્ઞાનમાં મધ્યસ્થભાવ વર્તી રહ્યો છે. તેથી શ્રુતજ્ઞાન કરતાં ચિંતાજ્ઞાનનો રસાસ્વાદ વિશેષ પ્રકારનો છે.
(૩) ભાવનાજ્ઞાન અમૃતના આસ્વાદ જેવું છે. દૂધ કરતાં પણ અમૃતના પાનથી જીવને વિશેષ રસાસ્વાદ પ્રાપ્ત થાય છે, તેમ ભાવનાજ્ઞાનથી વિશેષ પ્રકારનો રસાસ્વાદ પ્રાપ્ત થાય છે.
ચિંતાજ્ઞાનમાં તત્ત્વને જાણવામાં મધ્યસ્થ પરિણતિ હોય છે, પરંતુ ભાવનાજ્ઞાનમાં મધ્યસ્થ પરિણતિથી નિષ્પન્ન થયેલો ઐપર્યનો બોધ હોય છે. તેના કારણે જગતના જીવમાત્ર પ્રત્યે સમરસની આપત્તિ હોવાથી, સર્વ જીવોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org