________________
૨૬૩ જિજ્ઞાસા ઉત્પન્ન કરે અને જ્યારે તે આવર્જિત થઇને વિશેષ સાંભળવા માટે અભિમુખ બને, ત્યારે તે નયની અપૂર્ણતા બતાવવાપૂર્વક અન્ય નયનું સ્થાપન પણ કરે, તેથી પરને સ્યાદ્વાદની પ્રાપ્તિરૂપ અનુગ્રહ થાય.
ઉત્થાન :
ભાવનાજ્ઞાનવાળા, પરને અનુગ્રહ કઇ રીતે કરે છે તે દૃષ્ટાંતથી બતાવે છે - અનુવાદ :
પુરુષ પશુપ.....પશુપ રત્નરૂ, - પુરુષ પશુરૂપ થયો, તેહની સ્ત્રીએ વડની છાયાનો ચારો વ્યંતરના વચનથી ચરાવ્યો. સંજીવની ઔષધિ મુખમાં આવી ત્યારે સ્વરૂપ પ્રગટ થયું. તેમ ભાવનાજ્ઞાનવાળા સદ્ગુરુ ભવ્ય પ્રાણીને અપુનબંધકાદિ ક્રિયામાં તે રીતે પ્રવર્તાવે, જેમ સમ્યગ્દર્શનરૂપ સંજીવની ઔષધિ આવે; અને પોતાનું નિશ્ચયરૂપે પ્રગટ થાય. અર્થાત્ આ પદાર્થ આમ જ છે, એ પ્રકારનો યથાર્થ નિર્ણય કરવો તે જીવનું વાસ્તવિક સ્વરૂપ છે, અને સમ્યગ્દર્શનના કારણે જીવનું તે યથાર્થ સ્વરૂપે પ્રગટ થાય છે, અને મિથ્યાત્વ નામનું પશુસ્વરૂપ ટળે છે.
ભાવાર્થ :
જેમ સ્ત્રી પતિપશુને સર્વ ચારો ચરાવીને બળદમાંથી ફરી પુરુષ બનાવે છે, તેમ સદ્ગુરુ કોઇ દર્શન પ્રત્યે પક્ષપાત કર્યા વગર સર્વ દેવોને નમસ્કાર કરવાનો ઉપદેશ આપીને, પશુ જેવા અપુનબંધક જીવને તેની ભૂમિકાને ઉચિત ક્રિયાઓમાં પ્રવર્તાવીને, મધ્યસ્થતાથી તત્ત્વજિજ્ઞાસા પ્રગટાવે છે. તેનાથી જ્યારે સર્વદર્શનમાં જૈનદર્શન શ્રેષ્ઠ છે તેવું જ્ઞાન તેને પ્રગટે છે, ત્યારે તેને સંજીવની ઔષધિની પ્રાપ્તિ થાય છે; અને તેનાથી મિથ્યાત્વ નામનો પશુભાવ ટળે છે, અને તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવા રૂપ જે પોતાનું મૂળ સ્વરૂપ છે, તે પ્રગટ થાય છે.
જેમ બળદ, બળદરૂપે મટીને પોતાના મનુષ્યરૂપ નિશ્ચયસ્વરૂપને પ્રાપ્ત કરે છે, તેમ મિથ્યાત્વના જવાથી જીવમાં “આ તત્ત્વ આમ જ છે.” એવા પ્રકારના નિર્ણયરૂપ પોતાનું મનુષ્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તે વખતે જીવને સમ્યકત્વનાં છ સ્થાનોનો યથાર્થ નિર્ણય થાય છે, તે જ તેનું નિશ્ચય સ્વરૂપ છે.
ચારિચરકસંજીવનીઅચરકચારણ દૃષ્ટાંત આ પ્રમાણે છે - કોઇક સ્ત્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org