________________
૩પ૭ નય સાથે જોડાયેલાં હોય છે, અને તે નયનો અભિનિવેશ થવાથી તે નયદૃષ્ટિથી પૂર્ણ રીતે વસ્તુને સ્થાપન કરવા પ્રયત્ન કરે છે, આવાં દર્શનો-નવો જ જ્યારે સ્યાદ્વાદસૂત્રથી ગૂંથાય છે, ત્યારે પોતપોતાના સ્થાને ગોઠવાઇને સુંદર માળાપર્યાયને પામે છે. અને જેમ માળીને પુષ્પાદિ સિદ્ધ છે, તે પુષ્પાદિને ઉચિત સ્થાને યોજનમાત્રનો વ્યાપાર તે માળી કરે છે તેમ સમ્યગ્દષ્ટિ જીવ પુષ્પોના જેવાં તે દર્શનોને સ્યાદ્વાદરૂપ સૂત્રથી ઉચિત સ્થાને યોજનમાત્ર કરે છે, અને તે યોજનક્રિયાથી આખા જગતને જીતી લે છે; અર્થાત્ સર્વ દર્શનોમાં સાચી પ્રરૂપણા કરીને વિજયને પામે છે. અને સમ્યમ્ રીતે નહિ જોડાયેલા એવા તે નયો પરસ્પર યુદ્ધ કરીને સન્માર્ગનો વિનાશ કરે છે, તેથી તેઓ પ્લાનિને પામે છે. ઉત્થાન :
છૂટાં પડેલાં રત્નો જેવા એકેક નયો છે, અને સર્વ નયોને ઉચિત સ્થાને જોડીને સ્યાદ્વાદને સ્વીકારનાર જૈનદર્શન પ્રમાણ જેવું છે, તેને સમુદ્રની ઉપમાથી ઘટાવેલ છે.
અનુવાદ :
સમુદગંશ....ગાળવો, - સમુદ્રઅંશ અને સમુદ્રમાં જેટલો ભેદ છે, તેટલો નય અને પ્રમાણમાં ભેદ જાણવો.
૩ = અને સાક્ષી આપે છે -
ન સમુદ્રો.....ll૧૨૧ - જે પ્રમાણે સમુદ્રનો અંશ સમુદ્ર નથી અને અસમુદ્ર નથી એ પ્રમાણે કહેવાય છે, તે પ્રમાણે નય અપ્રમાણ નથી અને પ્રમાણ નથી, પરંતુ પ્રમાણનો અંશ કહેવાય છે. I૧૨૧ ભાવાર્થ :
સમુદ્રનો અંશ એટલે સમુદ્રમાંથી પરિમિત જુદું ગ્રહણ કરેલું પાણી, તે રીતે નય એટલે પરિપૂર્ણ પદાર્થના એક અંશને ગ્રહણ કરનારી દૃષ્ટિ; અને સમુદ્ર એટલે વિશાળ પાણીનો સમુદાય, તેમ ઉચિત સ્થાને જોડાયેલા સર્વ નયોનો સમૂહ તે પ્રમાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org