________________
૩૫૪
અન્યોન્ય.....TI૧૨૦|| - અન્યોન્ય=પરસ્પર, પક્ષ-પ્રતિપક્ષના ભાવથી જે પ્રકારે અપર પ્રવાદો મત્સરી છે, અશેષ=બધા, નયોને અવિશેષરૂપે ઇચ્છતો આપનો સિદ્ધાંત તે પ્રકારે પક્ષપાતી નથી. II૧૨૦II ભાવાર્થ :
જે સ્યાદ્વાદનો સાધક ગુણવાન પુરુષ છે, તે અન્ય દર્શનોની પરસ્પર લડાઇને જોઈને તેમાં પડતો નથી. કેમ કે તેને સર્વ દર્શનોની તે તે માન્યતા પ્રત્યે પક્ષપાત નથી, તેથી તે લડાઇમાં તે ઉદાસીન રહે છે. આમ છતાં, કોઇ વ્યક્તિને ધર્મની પ્રાપ્તિનું કારણ બનતું હોય, તો તેની મિથ્થામતિના નિવારણ માટે તેઓ ધર્મવાદ પણ કરે; અને ક્વચિત્ મિથ્યાવાદી મિથ્યાવાદનો વિસ્તાર કરીને લોકમાં મિથ્યામતને વ્યાપક બનાવતો હોય, તેનો નિગ્રહ કરવા માટે તેની યુક્તિઓને રાજસભા આદિમાં ખંડિત પણ કરે. પરંતુ તે સન્માર્ગની વૃદ્ધિના આશયથી કરે છે પણ કોઇ નયના પક્ષપાતથી કરતો નથી.
જે પુરુષ નયના પક્ષપાતથી સ્યાદ્વાદને માનનારો પણ, યુક્તિઓ યોજે છે, તે પરમાર્થથી સ્યાદ્વાદી નથી. એકાંતવાદીઓમાં પણ જેઓ તત્ત્વના પક્ષપાતી છે, કેવલ અજ્ઞાનને કારણે એકાંતવાદનો ભ્રમ થયેલો છે, યોગ્ય સામગ્રીથી સ્યાદ્વાદને પામે તેવા છે, તેઓ પણ સ્યાદ્વાદના સન્મુખભાવવાળા છે. પરંતુ જેઓ સ્વદર્શનના અતિ પક્ષપાતી છે, તેઓ પરસ્પર યુદ્ધ કરીને એકબીજાનો વિનાશ કરે છે. II૧૨૦ણા અવતરાણિકા :
રત્ન અને માલાના દૃષ્ટાંતથી એકાંતવાદને માનનારાં દર્શનો અને સ્યાદ્વાદને માનનાર જૈનદર્શનનો ભેદ બતાવે છે – ચોપઇ :
छूटां रत्न न माला कहीइ, माला तेह परोयां जी , तिम एकेक दर्शन नवि साचां, आपहि आप विगोयां जी । स्यादवादसूत्रई ते गुंथ्यां, समकितदर्शन कहीइं जी , समुद्रअंशनी समुद्रतणी परिं, प्रगट भेद इहां लहीइ जी ।।१२१।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org