________________
333
ભાવાર્થ :
ગુરુધર્મના આરોપની સ્થિતિથી રત્નત્રયીમાં કારણતાનો નિશ્ચય અતિશય જ્ઞાનીને હોય છે, અને ત્યાં ગુરુધર્મ આરોપની સ્થિતિ એ છે કે, કર્મના વૈગુણ્યાદિના અભાવથી વિશિષ્ટ રત્નત્રયી મોક્ષનું કારણ છે. અને આવો નિર્ણય કરીને રત્નત્રયીમાં પ્રવૃત્તિ કરવી હોય તો છબસ્થ કરી શકે નહિ, કેમ કે છબસ્થને પોતાના કર્મનું વૈગુણ્ય છે કે નહિ તેવો નિર્ણય થઇ શકતો નથી. આમ છતાં રત્નત્રયીનો મોક્ષરૂપ ફળ સાથે અન્વય-વ્યતિરેકનો નિર્ણય છબસ્થ કરી શકે છે, અને તે નિર્ણય કરીને જ તે પ્રવૃત્તિ કરે છે. અને તે જાણે છે કે રત્નત્રયીમાં હું પ્રવૃત્તિ કરીશ તો અવશ્ય મોક્ષ થશે, તો પણ કર્મના વૈગુણ્યથી રત્નત્રયીના સેવનથી ફળનિષ્પત્તિ થાય તેની પૂર્વે જ રત્નત્રયીનું વિઘટન પણ થઈ શકે. ઘણા જીવો રત્નત્રયીને સેવતા હોવા છતાં કર્મના વૈગુણ્યથી ફળને પામ્યા વગર દુર્ગતિમાં પણ ગયા. તેથી ફળમાં સંદેહ હોવા છતાં રત્નત્રયીમાં કારણતાનો નિર્ણય છે, તેથી રત્નત્રયીમાં રહેલી કારણતા સામાન્ય વ્યભિચારથી અનુગત છે. તે આ રીતે -
રત્નત્રયી સેવનારા પણ ફળની પ્રાપ્તિ કર્યા વગર દુર્ગતિમાં ગયા. તેથી રત્નત્રયીરૂપ કારણસામગ્રી હોય ત્યાં કાર્ય થાય જ તેવી વ્યાપ્તિ નથી. તો પણ મોક્ષરૂપ કાર્યની નિષ્પત્તિનું કારણ તો રત્નત્રયી જ છે, તેમાં સંદેહ નથી. વિશેષાર્થ :
કર્મના વૈગુણ્યના અભાવથી વિશિષ્ટ રત્નત્રયી મોક્ષ પ્રત્યે કારણ છે, એવો કાર્ય-કારણભાવ કહીએ તો એવી રત્નત્રયીથી ફળની પ્રાપ્તિમાં સંદેહ રહી શકે નહિ; પરંતુ છેલ્વસ્થ કર્મગુણ્યાદિના અભાવથી વિશિષ્ટ કઇ રત્નત્રયી છે, અથવા તેવી રત્નત્રયી હું પ્રાપ્ત કરી શકું કે નહિ, તેવો નિર્ણય કરી શકે તેમ નથી. તેથી તેવી રત્નત્રયીમાં કારણતાનો નિર્ણય કરીને મોક્ષના અર્થે તે પ્રવૃત્તિ કરી શકે નહિ. જેમ ખેડૂત પવનવૈગુણ્યાદિના અભાવથી વિશિષ્ટ એવી બીજવપન આદિની ક્રિયાનો કારણરૂપે નિર્ણય કરીને બીજવપનમાં પ્રવૃત્તિ કરતો નથી, પરંતુ બીજવપનમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ તેને ફળમાં સંદેહ છે; કેમ કે તે જાણે છે કે પવનવૈગુણ્યાદિ પ્રાપ્ત થશે તો ફળ નહિ થાય; આમ છતાં કારણમાં સંદેહ નથી, તેથી પ્રવૃત્તિ કરે છે. તે જ રીતે રત્નત્રયી મોક્ષનું કારણ છે તેમાં સંદેહ નથી, આમ s-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org