________________
૩૩૦
ન દિ.....પાયનિય 4 TI૧૧૪|| - જે કારણથી ફળના અવશ્યભાવનો નિશ્ચય પ્રવૃત્તિમાં કારણ નથી, પરંતુ પ્રકૃત કારણમાં ઇષ્ટ ઉપાયપણાનો નિશ્ચય જ પ્રવૃત્તિમાં કારણ છે. I૧૧૪
• ટબામાં ચારિત્રતિક્રિયાથી કહ્યું ત્યાં ગરિ પદથી દર્શનની અને જ્ઞાનની ક્રિયા ગ્રહણ કરવાની છે.
ગુખ્યાત્રિ કહ્યું ત્યાં ‘રિ પદથી પુરુષકાર-ભવિતવ્યતાનું વૈગુણ્ય હોય તો કાર્યની નિષ્પત્તિ પૂર્વે જ જીવ ચારિત્રાદિના પરિણામથી પાત પામી જાય છે, તેનું ગ્રહણ કરવાનું છે.
વર્ષાભિરિ કહ્યું ત્યાં ‘રિ’ પદથી ક્યા ધાન્યને અનુકૂળ ભૂમિ છે તેનો વિચાર કરીને, અને ઉખરભૂમિ નથી તેનો નિર્ણય કરીને, વપનમાં પ્રવૃત્તિ કરે તેનું ગ્રહણ કરવાનું છે.
પવનવૈગુણાત્રેિ કહ્યું ત્યાં મસિ' પદથી બીજ વાવ્યા પછી આગળમાં કોઇ જીવોત્પત્તિ વગેરે થાય તે રૂપ વૈગુણ્યનું ગ્રહણ કરવાનું છે. ભાવાર્થ :
કોઈ જીવ મોક્ષનો અર્થી હોય, અને તેના ઉપાયરૂપે રત્નત્રયીની ક્રિયા છે, તેનો નિર્ણય કરીને તેમાં પ્રવૃત્તિ કરતો હોય, છતાં ભૂતકાળનાં બંધાયેલાં ભારે કર્મો હોય તો મોક્ષરૂપ ફળને પામી શકતો નથી, પરંતુ માર્ગમાં પ્રવૃત્તિનો પ્રારંભ કર્યા પછી માર્ગથી વિપરીત પણ ચાલ્યો જાય છે, એટલામાત્રથી મોક્ષનાં સાધનોથી વિરામ પામશો નહિ; એમ કહીને ગ્રંથકાર કહે છે કે, મોક્ષની પ્રાપ્તિનો ઉપાય તો રત્નત્રયીની ક્રિયા જ છે; પરંતુ મોક્ષ અનુપાયવાદી જે કહે છે કે, રત્નત્રયીની ક્રિયાથી ઘણા જીવોને મોક્ષરૂપ ફળ મળ્યું નહિ, માટે તે કારણ નથી, તેમ માનશો નહિ. તેમાં દૃષ્ટાંત આપે છે – ખેડૂતને બીજવપનની ક્રિયાથી અવશ્ય ધાન્ય થશે કે નહિ તેવો નિર્ણય નહિ હોવા છતાં ઉચિત કાળે વપનક્રિયા કરે છે, પરંતુ બીજવપન કર્યા પછી આગળમાં ધાન્યનિષ્પત્તિની વિઘટક સામગ્રીનો વિચાર કરીને વપનક્રિયાથી વિરામ પામતો નથી; તેમ પ્રસ્તુત ચારિત્રાદિની ક્રિયાથી મોક્ષરૂપ ફળનો સંદેહ હોવા છતાં મોક્ષપ્રાપ્તિનો તે જ ઉપાય છે, તેમાં સંદેહ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org