________________
૩૨૧
કારણ, સ્વભાવસમવસ્થાનમાં રહેલા મુનિઓને પણ ઉપસર્ગોનું દુઃખ તો હોઇ શકે છે, આમ છતાં જ્યારે મહાત્માઓ પોતાના સ્વભાવમાં જ વર્તતા હોય છે, ત્યારે અંતરંગ રીતે સ્વસ્થતાના સુખનું જ વેદન કરે છે, તેથી બાહ્ય દુઃખો દુઃખરૂપે તેમને પ્રતીત થતાં નથી. આથી જ તેમને થતા ઉપસર્ગોનું દુઃખ પણ દુઃખરૂપ નથી.II૧૧૧ અવતરણિકા -
कोइ घणइ कालिं मोक्षई जाइ छड्, कोई थोडइ कालिं, ते किम ? ते ऊपरि कहइ छइ - અવતરાણિકતાર્થ :
કોઈ જીવ સંયમની કષ્ટક્રિયા શરૂ કર્યા પછી ઘણે કાળે મોક્ષમાં જાય છે અને કોઇ થોડે કાળે જાય છે, તો તે કાળમાં શું એવું પ્રાપ્ત થયું કે જેથી પહેલાને જલદી મોક્ષ પ્રાપ્ત થયો અને બીજાને વિલંબથી મોક્ષ પ્રાપ્ત થયો ? એમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે, જે કાળે મોક્ષ નિયત હોય તે કાળે જ મોક્ષ થાય છે, પરંતુ સંયમનું કષ્ટ મોક્ષનું કારણ નથી; આથી જ ગૌતમસ્વામીએ ઘણા વર્ષોનું સંયમ પાળ્યું તો પણ ભગવાનના નિર્વાણ પછી જ કેવલજ્ઞાન થયું, અને અઈમુત્તામુનિને બાલ્યકાળમાં ઈરિયાવહિયા કરતાં કેવલજ્ઞાન થયું. તેથી એ ફલિત થાય છે કે સંયમનું કષ્ટ મોક્ષનું કારણ નથી, પરંતુ જે કાળે મોક્ષ નિયત હોય તે કાળે જ મોક્ષ થાય છે. માટે મોક્ષ છે, પણ મોક્ષનો ઉપાય નથી, આ પ્રકારના પૂર્વપક્ષીના આશયના નિરાકરણ માટે તેના કથન ઉપર ગ્રંથકાર કહે છે - ચોપઇ:
बहु इंधण बहु कालिं बलै, थोडइ कालइ थोडं जलै ।
अग्नितणी जिमशक्ति अभंग, तिम जाणो शिवकारण संग ।।११२।। ગાથાર્થ :
બહુ ઇધન બહુ કાળેeઘણા કાળે, બળે, થોડું ઈંધણ હોય તો થોડા કાળમાં જલે=બળે. આમ છતાં ઇંધનને બાળવામાં જેમ અગ્નિની શક્તિ અભંગ છે, તેમ કર્મરૂપી ઇંધનને બાળવામાં શિવનાં કારણોનો સંગ જાણવો. II૧૧ણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org