________________
૩૧૮
કેવા પ્રકારના કષ્ટને સહન કરવાથી તપ થાય છે, તે બતાવવા અર્થે કહે છે -
આભ્યપગમિક-ઔપક્રમિક દુઃખ સહન કરવું તે જ તપ છે, અર્થાત્ સ્વેચ્છાથી નિર્જરાના અર્થે પ્રાપ્ત થતાં દુઃખોને સ્વીકારી લેવાં, અને તે રીતે સહન કરવાં કે જેથી કર્મ ઉપર ઉપક્રમ લાગે, તે રીતે સહન કરવું તે તપ છે. તેવા પ્રકારના તપથી ગુણની વૃદ્ધિ અને ગુણનો અપ્રતિપાત થાય છે, અર્થાત્ મારે ગુણ પ્રગટાવવા છે, એવા આશયપૂર્વક દુઃખના પ્રત્યે દ્વેષનો ભાવ દૂર થાય, અને દુઃખ અને સુખ પ્રત્યે સમાનવૃત્તિ ચિત્તમાં પ્રગટ થાય, તે પ્રકારના અંતરંગ યત્નપૂર્વક દુઃખને સહન કરવાથી, ધીરે ધીરે જીવમાં દુઃખથી દૂર રહેવાની મનોવૃત્તિ અને સુખ પ્રત્યે જ યત્ન કરવાની મનોવૃત્તિ હતી તે ઓછી થાય છે, તેથી જીવના રાગદ્વેષ ઓછા થાય છે, તેથી જીવમાં ગુણની વૃદ્ધિ થાય છે અને પૂર્વના તપ-સંયમના પ્રયત્નથી પ્રગટ થયેલા ગુણો પણ વિવેકપૂર્વક સહન કરાયેલા દુઃખથી ટકી રહે છે. તેથી કહ્યું કે “તપથી ગુણવૃદ્ધિ અને પ્રાપ્ત થયેલા ગુણનો અપ્રતિપાત તે જ ફળ છે.” જેમ જાણીને કષ્ટ સહન કરવાથી ગુણવૃદ્ધિ અને ગુણનો અપ્રતિપાત થાય છે, તે જ સંયમની ક્રિયાનું પણ ફળ છે. માટે સંયમની ક્રિયા એ કષ્ટ સહન કરવારૂપ નથી, પરંતુ ગુણની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે. ઉત્થાન :
ક્રિયાનું ફળ પણ ગુણવૃદ્ધિ અને ગુણનો અપ્રતિપાત છે, તેમાં ગ્રંથકારશ્રી પોતાના ગ્રંથ જ્ઞાનસારની સાક્ષી આપે છે –
અનુવાદ :
મામ = અને કહીએ છીએ –
ગુણવૃદ્ધ.....નિનાનામવતિષ્ઠતે - તે કારણથી=જ્ઞાનસાર-૯ માં પૂર્વની ગાથામાં કહ્યું કે, ક્રિયાથી ભાવની વૃદ્ધિ થાય છે, તે કારણથી, ગુણની વૃદ્ધિ માટે અને ગુણની અસ્કૂલના માટે ક્રિયાને કરવી જોઈએ. વળી એક સંયમસ્થાન તો જિનોને હોય છે. ભાવાર્થ :
વીતરાગને એક સંયમસ્થાન હોય છે જે પરિપૂર્ણ ગુણરૂપ હોય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org