________________
૩૦૪
ભાવાર્થ :
ભવસ્થિતિના પરિપાકને અનુકૂળ ભાવમળનો નાશ જેમ સહજ થાય છે, એમ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ ભાવમળનો નાશ ઉપાયથી થાય છે; એ પ્રકારના કારણનો ભેદ જાણીને, મોક્ષના ઉપાયભૂત ગુણની પ્રાપ્તિમાં પ્રયત્ન કરવામાં ખેદ કેમ લાવો છો ? અર્થાત્ પ્રથમ ગુણપ્રાપ્તિની જેમ મોક્ષ પણ સહજ થઈ જશે, તેમ માનીને નિરુદ્યમી કેમ થાવ છો ? કેટલાંક કાર્ય સહજ થયાં ભાવસ્થિતિપરિપાકરૂપ કાર્ય સહજ થયું, તો મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીમાં શું કામ ઉદ્યમ કરીએ ? એ પણ સહજ થશે, એમ માનીને કેમ મૂંઝાઓ છો ? વિશેષાર્થ :
ભવસ્થિતિ એટલે દીર્ઘકાળ સંસાર ચલાવે એવી જીવની અવસ્થા. જીવના અસદ્ગહને કારણે સંસાર દીર્ઘકાળ સુધી ચાલે છે. જીવમાં રહેલો અસગ્રહ જેટલો અનુબંધશક્તિવાળો હોય એટલા સમય સુધી તે અસદૂગ્રહ નિવર્તન પામે નહિ. આ પ્રકારનો અસદ્ગત જીવના ચરમપુગલપરાવર્તના પૂર્વ પૂર્વ મુગલપરાવર્તમાં અધિક અધિક હોય છે, અને તેના કારણે જ દીર્ઘકાળ સુધી ભવ ચાલી શકે તેવી જીવમાં પરિણતિ હોય છે. પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં ભવ્ય જીવમાં આ અસદ્ગહ કાંઇક કાંઇક ઓછો થાય છે, અને છેલ્લા પુદ્ગલપરાવર્તમાં આ અસદ્ગત અત્યંત મંદ હોય છે; જેથી તેવા પ્રકારની સામગ્રીને પામીને તે નિવર્તન પામવા માંડે છે. જીવમાં જ્યારે અસદ્ગહ કાંઇક મંદ થયો તે ભવસ્થિતિની પરિપાક અવસ્થા, અને આને જ કાળનો પરિપાક કહેવાય છે; કે આ જીવનો હવે ધર્મને અનુકૂળ કાળ પાક્યો. આવા જીવોને ઉપદેશાદિની સામગ્રીથી ગુણોનો વિકાસ થાય છે. તેથી એ પ્રાપ્ત થયું કે, કાળ પાકવાને કારણે જીવનો જે અસદ્ગહ મંદ થયો, અને તેના કારણે ધર્મને ઝીલે તેવી યોગ્યતા પ્રાપ્ત થઈ, તે પ્રથમ ગુણ પ્રગટ્યો કહેવાય. અને તે જ પ્રથમ ગુણ ઉપદેશાદિની સામગ્રીને પામીને આગળ આગળના ગુણની પ્રાપ્તિનું કારણ બને છે.
અહીં જીવની દીર્ઘકાળ સંસાર ચલાવે તેવી અનુબંધશક્તિ એ ‘ભાવમળ'રૂપ છે, અને તે ભાવમળ રાગ-દ્વેષ અને મોહની પરિણતિરૂપ છે; અને તે રાગ-દ્વેષ અને મોહની પરિણતિ સંસારી જીવોમાં સામાન્ય રીતે હોય છે, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org