________________
બાલાવબોધ :
जो सरज्युं ज लीजइ तो सरजी हुस्यइ तो तृप्ति हुस्यइ, इम करीनइ भोजन करवानइ स्युं धसमसइ छ ? पापकार्यइ उद्यमनई आगलि करई, कृष्यादिक आरंभ करतां पाछु जोतो नथी, धर्मनी वेला गलिओ बलद थई रहइ छइ, सरज्युं हुस्यइ ते थास्यइ इम स्युं मुखिं उच्चरइ छइ ? ।।१०६ ।।
અનુવાદ :
નો સર્જ્યું.....ઉજ્વરર્ફે છડ઼ે ? ||૧૦૬ II - જો સર્જ્યું જ પ્રાપ્ત થાય છે, તો સર્જી હશે તો તૃપ્તિ થશે, એમ કરીને ભોજન કરવા માટે કેમ દોડે છે ? પાપકાર્યમાં ઉદ્યમને આગળ કરે છે=ઉદ્યમથી કાર્ય થાય છે તેમ માને છે, આથી કરીને ખેતી આદિ આરંભ કરતાં પાછું જોતો નથી, અને ધર્મની વેળા ગળિયો બળદ થઇને રહે છે, અને ‘સર્જ્યું હશે તે થશે' એમ મુખથી કેમ ઉચ્ચરે છે ? ।।૧૦૬ના
૨૯૦૭
ભાવાર્થ :
જીવ જેમ પાપકાર્યમાં ઉદ્યમને આગળ કરીને પ્રવૃત્તિ કરે છે, તેમ ધર્મકાર્યમાં પણ તેણે ઉદ્યમને આગળ કરવો જોઈએ; અને એમ માનવું જોઈએ કે, જેવો ઉદ્યમ કરીશ તેવો ધર્મ મારામાં પ્રગટશે, અને ધર્મના પ્રકર્ષથી મારો મોક્ષ થશે. ૧૦૬
અવતરણિકા :
पहलां गुण विना गुण थया तो पछड़ गुणनुं स्युं काम ? ते ऊपरि कहइ
છડ઼ -
અવતરણિકાર્ય :
ગાથા-૯૯ માં કહ્યું કે પહેલો ગુણ, ગુણ વિના પ્રાપ્ત થાય છે, તો પછી મોક્ષ માટે ગુણનું શું કામ છે ? અર્થાત્ ગુણ વગર પણ પહેલો ગુણ મળ્યો, તેમ રત્નત્રયીરૂપ ગુણ વગર પણ મોક્ષ મળે, તેમ પૂર્વપક્ષી કહે છે. તેના ઉપર ગ્રંથકાર કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org